બાળ વાર્તાઓ



બાળ વાર્તાઓ


કલવો કાગડો આખો દિવસ ગામ આખાનાં દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે. પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાંતે ખાય.

તે દરરોજ બગલાને માછલાં પકડતાં જુએ. ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે.

થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઊડે. પાણીમાં જુએ. માછલું દેખાય કે સરરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખલાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે.

એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલાં પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે.’ એવું વિચારી કાગડો આકાશમાં ઊડ્યો. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા,કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલાં દેખાયા એટલે ઊંચા પગ કરીહતું એટલું જોર કરી પાણીમાં પડ્યો.

છીછરા પાણીમાં પડતાં વેંત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયાં. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો.

કલવો કાગડો શરમાઈ ગયો. બગલો જતાં જતાં કહેતો ગયો કે,
કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ
કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે


2
કાબર અને કાગડો

એક હતી કાબર અને એક હતો કાગડો.

બન્ને વચ્ચે દોસ્તી થઈ.

કાબર બિચારી ભલી અને ભોળી હતીપણ કાગડો હતો આળસુ અને ઢોંગી.

કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈકાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.

કાગડો કહે - બહુ સારુંચાલો.

પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.

થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો - કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓહું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.

કાબર કહે - ઠીક.

પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.

કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.

કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈકાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.

કાગડો કહે -
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવકાબરબાઈ ! આવું છું.
કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.

કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ !

એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈકાગડાભાઈ ! ચાલોચાલો;બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએનહિતર મોલને નુકસાન થશે.

આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવકાબરબાઈ ! આવું છું.
કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.

વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલો,કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.

લુચ્ચા કાગડાએ કહ્યું -
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવકાબરબાઈ ! આવું છું.
કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.

પછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યોઅને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.

પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલશો ને બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.

તેણે કાબરને કહ્યું - ચાલો બહેન ! તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.

કાબર મનમાં ને મનમાં બોલી - તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશોકાગડાભાઈ !

પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે - ભાઈ ! તમને ગમે તે ઢગલો તમારો..

કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાંકાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા !

પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધુંપીધું ને મોજ કરી.
3
મા ! મને છમ વડું

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.

એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.

બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.

બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિવાત માંડી વાળો.

બ્રાહ્મણી કહે - નાએમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છેએક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.

બ્રાહ્મણ કહે - ભલેપણ તુંએ એકાદ-બે ચાખજે ને.

બ્રાહ્મણી કહે - સારું.

રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં છમછમ’ થયું. આ છમ છમનો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - સૂઈ જાસૂઈ જાઆ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.

માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે સૂઈ જાસૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.

બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશેએ તો છોકરાં છે ને !

પછી માએ ત્રીજું વડું મૂક્યુંપણ ત્યાં તો પાછું છમછમછમ ! છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે. વળી તું ક્યાં જાગી ! લે આ વડુંખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.

ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો છમ છમ છમ’ બોલ્યું. છમ છમથતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો !

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.
4
મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાંનવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ,કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ સરસ બાળ વાર્તાઓ લખી છે. બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધએક એકથી ચડે તેવી બાળ વાર્તાઓ આપણી પાસે છે. અહીં આવી કેટલીક લોકપ્રિય બાળ વાર્તાનો સંગ્રહ રજૂ કર્યો છે:
5
પોપટ ભૂખ્યો નથીપોપટ તરસ્યો નથી

એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.

એક દિવસ પોપટને એની મા કહે - ભાઈકમાવા જા ને !

પોપટ તો ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.

આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાયઆંબાડાળે હીંચકે ને ટહૂકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે -

એ ભાઈ ગાયોના ગોવાળગાયોના ગોવાળ ! મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
ગોવાળ કહે - બાપુ ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી.

થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે -

એ ભાઈ ભેંશોના ગોવાળભાઈ ભેંશોના ગોવાળ ! મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
ભેંશોનો ગોવાળ કહે - બાપુ ! મારાથી તો કહેવા નહિ જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાના થડે બાંધી.

થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -

એ ભાઈ બકરાંના ગોવાળબકરાંના ગોવાળ ! મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
બકરાંનો ગોવાળ કહે - અરે બાપુ ! આ બકરાં રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહિ જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરાં લઈ લે. પોપટે તો બે-ચાર રૂપાળાં બકરાં લઈ લીધાં ને આંબાના થડે બાંધી દીધાં.

વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. ઘેટાંના ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટાં આપ્યા.

પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળહાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો.

પછી પોપટ તો ગાયભેંશબકરાંઘેટાંઘોડોહાથી ને સાંઢિયો બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યા એટલે એને તો ઘણાં બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુ-રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યાં.

પછી એણે ઘરેણાં નાકમાંકાનમાં ને ચાંચમાં પહેર્યાબીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -
મામા !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહિ. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણાં ઉઘાડ્યાં નહિ. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -
કાકીકાકી !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
કાકીએ તો સૂતાં સૂતાં જ સંભળાવી દીધું - અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે -
બહેનબહેન !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
બહેન કહે - અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ભાગી જા ! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસીફોઈબા વગેરે ઘણાં સગાંવહાલાંને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહિ.

છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતાં હતા.

મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે - આવી ગયો,મારા દીકરા ! આ આવીલે બારણાં ઉઘાડું છુંબાપુ ! પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુખણાં લીધાં.

પછી તો મોટીબાએ પોપટ માટે પાથરણાં પથરાવ્યાંઢોલીડાં ઢળાવ્યાં ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવ્યાં. પછી કહે - દીકરા ! જરા અહીં બેસજેહોં. હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂઉંઉંઉં કરતી વાગવા માંડી.

પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધાં રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા.

શરણાઈ સાંભળતાં સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા - ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા.
6
દલો તરવાડી

એક હતો તરવાડી. એનું નામ હતું દલો.

દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !

તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?

ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોનેરીંગણાં ?

તરવાડી કહે – ઠીક.

તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયાપણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?

છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો,વાડીને જ પૂછીએ.

દલો કહે – વાડી રે બાઈ વાડી !

વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છોદલા તરવાડી ?

દલો કહે – રીંગણાં લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !

દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યોએટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે.

વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં.વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએતેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા - વાડી રે બાઈ વાડી !

વાડીને બદલે દલો કહે - શું કહો છોદલા તરવાડી ?

દલો કહે – રીંગણા લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી.એટલે વાડીને બદલે દલો કહે - લે ને દસ-બાર !

દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહોડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?

દલો કહે – કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધાં.

માલિક કહે – પણ વાડી કાંઈ બોલે ?

દલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?

માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા !

કૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા ?

વશરામ કહે – ડબકાં ખવરાવું બે-ચાર ?

કૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ નેભાઈ ! દસ-બાર.

દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયુંતેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો - ભાઈસા'બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દેતારી ગાય છું !

પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.
7
પેમલો પેમલી

એક હતો પેમલો ને એક હતી પેમલી.

લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું - પેમલી ! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.

પેમલી કહે - કોણ ના કહે છે લો પેલો હાંડોઊંચકો જોઈએ !

પેમલે હાંડો ઊંચક્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો.

પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ચૂલે ચડાવો.

પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે લાકડાં સળગાવો.

પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે - હવે ?

પેમલી કહે - હવે ફૂંક્યા કરોબીજું શું ?

પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો નીચે ઉતારો.

પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ખાળે મૂકો.

પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે - હવે ?

પેમલી કહે - જાઓ હવે નાહી લો.

પેમલો નાહ્યો ને પછી કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ઠેકાણે મૂકો.

પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો - હાશ ! જોશરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું ! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું !

પેમલી કહે - હું ક્યાં ના પાડું છુંપણ આમાં આળસ કોની?

પેમલો કહે - આળસ મારી ખરીપણ હવે નહિ કરું.

પેમલી કહે - તો ઠીકહવે શાન્તિથી સૂઈ જાઓ.
8
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી

એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.

ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડબાપદાદાનું વેર.

એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યોએક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.

વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયુંકાઠીનું ખૂન થયુંદોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાંગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?

કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?

વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા ! તું શું જાણે છે ?

વાણિયો કહે - બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.

ફોજદાર કહે - બસતારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.

વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.

બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?

વાણિયો કહે - સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
પછી ?

પછી ઈનું ઈ.

પણ ઈનું ઈ શું ?

સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
પણ પછી ?

પછી ?
પછી તો સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો - અરે સાહેબ ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.

ન્યાયાધિશ કહે - ઠીકહવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ?

વાણિયો કહે -
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.
9
ટીડા જોશી

એક હતો જોશી. એનું નામ ટીડા જોશી.

એને જોશ જોતાં ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે.

એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમાં ચરતાં દીઠા. આ વાત એને યાદ રહી ગઈ.

જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો. ત્યાં એક કણબી-કણબણ આવ્યાં ને જોશીને કહે - જોશી મહારાજ ! અમારા બે ધોળા બળદ ખોવાયા છે. તે કઈ દિશામાં ગયા હશે તેનું જોશ ઝટ ઝટ જોઈ આપો ને?

જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈને કહ્યું - પટેલ ! તમારા બળદ આથમણી સીમમાં ફલાણા ખેતરમાં છે,ત્યાંથી લઈ આવો. પટેલ તો બતાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા. તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા.

બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરધણીએ પૂછ્યું - મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહોઆજે ઘરમાં કેટલા રોટલા થયા છે ?

બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું અને ઘરમાં નવરાધૂપ બેઠા હતા એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા ! જોશીએ તો ટાઈમ પાસ કરવા ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે. સવાલ સાંભળી તેમણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું - પટેલ આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.

પટેલે પટલાણીને પૂછી જોયું તો જોશીની વાત સાવ સાચી નીકળી. પટેલને તો બહુ નવાઈ લાગી.

આ બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાઈને સૌ જોશી મહારાજ પાસે જોશ જોવરાવવા આવવા લાગ્યા. એટલામાં ત્યાંના રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો. રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતીએટલે તેણે તેને તેડાવ્યો.

રાજાએ જોશીને કહ્યું - જુઓટીડા મહારાજ ! રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોશ જોઈને કહો. હાર જડશે તો તમને ઘણા રાજી કરીશું.

જોશી મૂંઝાયા. જરા વિચારમાં પડ્યા. રાજાએ કહ્યું - આજની રાત તમે અહીં રહોને રાત આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો,જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.

ટીડા જોશી તો વાળુ કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવે. જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ઘાણીએ ઘાલીને મારું તેલ કાઢશે. નીંદર નહોતી આવતી એટલે તે નીંદરને બોલાવવા લાગ્યા - નીંદરડી ! આવનીંદરડી ! આવ.

હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર ચોર્યો હતો. ટીડા જોશીને નીંદરડી ! આવ;નીંદરડી ! આવએવું બોલતાં એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ. એને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશના બળે જાણી ગયા લાગે છે.

નીંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે છાનીછપની ગઈ અને બોલી - મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. હારનું ગમે તે કરજો પણ મારું નામ હવે લેશો નહિ.

ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયુંનીંદરને બોલાવતાં આ નીંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ ! ટીડા જોશીએ નીંદરડીને કહ્યું - જોઆ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.

સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા જોશીએ તો ઢોંગ કરી એક-બે સાચા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી હોઠ ફફડાવીલાંબું ટીપણું ઉખેડી બોલ્યા - રાજા ! રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી. તપાસ કરાવો. રાણીના ઓરડામાં જ તેના પલંગની નીચે હાર પડ્યો છેએમ મારા જોશમાં આવે છે.

તપાસ કરાવતાં હાર પલંગ તળેથી જ મળ્યો. રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઈનામ આપ્યું.

રાજાએ એક વાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી. ટીડા જોશીને લઈને રાજા એક વાર જંગલમાં ગયો. જોશીની નજર બીજે હતી એટલી વારમાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડળું પકડી લીધુંને પછી પોતાની બંધ મૂઠી બતાવી ટીડાને કહ્યું - કહો ટીડાજી ! આ મૂઠીમાં શું છે જોજોખોટું પડશે તો માર્યા જશો !

ટીડા જોશી હવે પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે. હવે તો રાજા જરૂર મારશે. બીકમાંને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવાને રાજાની માફી માગવા માટે બોલ્યા -
ટપટપ કરતાં તેર જ ગણ્યા
વાટે આવતા ધોરી મળ્યા;
નીંદરડીએ આપ્યો હાર
કાં રાજા ટીડાને માર ?
ટીડા જોશી જ્યાં, ‘કાં રાજા ટીડાને માર ?’ એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે. રાજાએ તો પોતાના હાથમાંથી ટીડળું ઉડાડી કહ્યું - વાહજોશીજી !તમે તો મારા હાથમાં ટીડળું હતું તે પણ જાણી ગયા !

ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં બચ્યા ને સાચા જોશી ઠર્યા ! પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા. ટીડા જોશીએ પણ તે દિવસ પછી જોશ જોવાનું બંધ કર્યુ અને બીજા કામે વળગીખાઈપીને મજા કરી.
10
ચલ ભંભોટિયા અપને ગામ

એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે.

ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે - ડોશીડોશી ! તને ખાઉં.

ડોશી કહે -
દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.
વાઘ કહે - ઠીક.

પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે - ડોશી,ડોશી ! તને ખાઉં.

ડોશી કહે -
દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.
સિંહ કહે - ઠીક.

વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં સાપવરુ વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો.

ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું - માડી ! ખાતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો ?

ડોશી કહે - દીકરીબાપુ ! હું તો પાછી ઘેર જઈશ નેત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કેહું પાછી આવું પછી મને ખાજો.

દીકરી કહે - અરે માડી ! એમાં તે બીઓ છો શું આપણે ત્યાં એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.

ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો.

રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે - ભંભોટિયા,ભંભોટિયા ! ક્યાંય ડોશીને દીઠા ?

ભંભોટિયો કહે -
કિસકી ડોશીકિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.
વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો - માળુંઆ શું આ ભંભોટિયામાં તે શું હશે ?

વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહસાપ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો.
કિસકી ડોશીકિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.
આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યાં.

છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો.

ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે - ડોશી ! તને અમે ખાઈએ. ડોશી ! તને અમે ખાઈએ.

એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં.

પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.
11
સસોભાઈ સાંકળિયા

એક હતું શિયાળ અને એક હતો સસલો.

બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઈ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાં બે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે - હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો.

લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ગાંઠીયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈને મઢીનાં બારણાં બંધ કરીને સૂતા. એટલામાં બાવો આવ્યો ને મઢીનાં બારણાં બંધ જોઈ બાવાએ પૂછયું - એમારી મઢીમાં કોણ છે અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
બાવો તો બીને નાઠો. ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઇને બોલ્યો - બાવાજીની ઝૂંપડીમાં કોણ છે અંદરથી રોફ કરી ફરી સસાભાઈ બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામભાગ પટેલ,
નીકર તારી પટલાઈ તોડી નાખું !
પટેલ પણ બીને ભાગી ગયો. પછી પટેલ મુખીને તેડીને આવ્યો.

મુખી કહે - કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં સૂતાં સૂતાં સસલાભાઈએ રોફબંધ કહ્યું-
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામભાગ મુખી,
નીકર તારું મુખીપણું તોડી નાખું !
આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધાં ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા ને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયાપેંડા ખાવાનું મન થયું. તે કહે - ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ.

સસલો કહે - ઠીકજાઓ ત્યારેલ્યોગાંઠિયાપેંડાનો સ્વાદ ! શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા - મારી મઢીમાં કોણ છે શિયાળે હળવેકથી કહ્યું -
એ તો શિયાળભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
બાવાજી તો સાદ પારખી ગયા એટલે કહે - ઓહોઆ તો શિયાળ છે! પછી બાવાજીએ બારણાં ખેવડ્યાં અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ માર માર્યો.

શિયાળભાઈને ગાંઠિયાપેંડા ઠીક ઠીક મળ્યાં !
12
લે રે હૈયાભફ !

એક હતો કણબી ને એક હતી કણબણ.

બેય હતા એક એકનું માથુ ભાંગે એવાંએક એકને પહોંચી વળે એવાં.

સાંજનો વખત હતો. કણબી ખેતરેથી આવી ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો. ત્યાં તો કણબણ રાંધણિયામાંથી બોલી - એ સાંભળ્યું કે ?મારે પિયરથી ઓલ્યો માંડણ ભરવાડ આવ્યો છે. ઈ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુકાળ પડ્યો છે ને ખાવા મળતું નથી. કહે કે મારાં મા-બાપ દૂબળાં થઈ ગયાં છે.

કણબીએ આસ્તેથી જવાબ આપ્યો - તે એમાં આપણે શું કરીએ ?આપણે કાંઈ પરભુ છીએ તે મેઆણીએ હોયદુકાળેય પડે !

કણબણને તો માઠું લાગ્યું ને તાડૂકી - લે ! કેછેહોયદુકાળેય પડે ! ખબર પડે દુકાળ વેઠ્યો હોય તો ! જુઓહું કહું છું કે આજ ને આજ જાઓ ને ગાડું ભરીને ઘઉં નાખી આવો. વળી તો આપણે તો આ ભગરી ભેંશ દૂઝે છેમાટે આ ટીલડી ગાય પણ લેતા જજો. સમજ્યા?

કણબી તો વિચારમાં પડી ગયો ને માથું ખંજવાળવા મંડ્યો. ત્યાં તો માથામાંથી એક વાત જડીને સડપ કરતો તે ઊભો થયો ને રાંધણિયામાં ગયો. રસોડામાં જઈને કહે - એમાં શું તું ભાતું કર. કાલ મળસ્કે જઈશ. સાથે આપણો ગગો પણ આવશે. પાસે ગગો ઊભો હતો. એ તો રાજીના રેડ થઈ ગયો. એ તો કૂદવા માંડ્યો ને દોડવા માંડ્યો - હેઈકાલે આપાને ઘેર જવાનું !

કણબીએ ભળકડે ગાડું જોડ્યું. કણબણે ઊઠીને ગાડામાં ઠાંસી ઠાંસીને ઘઉં ભર્યામહીં પચાસ રૂપિયાની કોથળી પણ સંતાડી. એના મનમાં એમ થયું કે ઘઉં ભેળી કોથળી પણ બાપાને પહોંચશે. ઘઉં ભરીને ગાડે એક ગાય પણ બાંધી દીધી. ગાયને ગળે સારું મજાનું એક ફૂમકું બાંધ્યુ ને ગાડાને અને કણબી ને રવાના કર્યાં.

ગાડું ચાલ્યું જાય છે ત્યાં બે મારગ ફંટાયા. એક મારગ હતો કણબીના સસરાના ગામનો ને બીજો એની બહેનના ગામનો. કણબીએ હળવેક દઈ રાશ ખેંચીને ગાડું બહેનના ગામને મારગે વાળ્યું.

ગાડામાંથી ગગો બોલ્યો - આતા ! આ મારગ તો ફુઈના ગામનો. ઓલ્યો મામાના ગામનો મારગ. કણબી કહે - બેસહવે ડાયો થા મા,ડાયો ! તને મારગની બહુ ખબર પડે તે ! કાલ સવારનું છોકરું ! ગગો મૂંગો થઈ બેસી રહ્યો ને ગાડું ચાલવા માડ્યું.

સાંજ પડી. ગાડું બહેનને ગામ આવ્યું. ત્યાંયે દુકાળ પડેલો. નદી સુકાઈ ગયેલી. મોલ બળી ગયેલા. અન્નપાણીના સાંસા. બહેન તો ભાઈ ને જોઇને રાજીના રેડ થઈ ગઈ. એક તો ઘરે ભાઈ આવ્યો ને સાથે વળી ગાડું ભરીને ઘઉં લાવ્યો. ઉપરિયાણમાં એક દૂઝણી ગાય પણ લાવ્યો !

બહેને ઝટપટ લાપશી કરી ને મગ કર્યાં. ભાઈ ભત્રીજાને ખૂબ ખૂબ હાથ ઠારીને જમાડ્યા ને કેટલીયે પરોણાચાકરી કરી. બાપદીકરો તો બહેનને ત્યાં સારી પેઠે બે ચાર દિવસ રહ્યા ને પછી ગાડું જોડી ઘેર પાછા આવ્યા.

કણબી ઘેર આવ્યો એટલે કણબણ કહે - કાં ઘઉં આપી આવ્યા કાં ગાય મારાં માબાપને કેવીક ગમી કાંબધાં સાજાંતાજાં છે ને ?

કણબી કહે – મારે તો ખેતર જવું છે. આ ગગલાને પૂછ. કણબણ કહે - હેં ગગા ! મામા તો સારા છે ને ગગો કહે - બાત્યાં કોઈ મામા નો'તા. કણબણ કહે - મામા કદાચ ગામ ગયા હશે. મામી તો સારી હતી ને ?

ગગો કહે - પણ બા ! ત્યાં મામીબામી કોઈ નો'તું. ત્યાં તો ફુઈ હતાં,ભાણિયા હતાફુવા હતા ને ઈ બધાં હતાં. કણબણ વાત પામી ગઈ. મનમાં કહે......હં.....આ તો બહેનને ત્યાં બધું નાખી આવ્યા લાગે છે ! કણબણે વિચાર કર્યો કે હવે કણબીની પૂરી ફજેતી કરવી.

પછી કણબણ તો માથે ઓઢીને કૂટવા માંડ્યું. કણબણ રોતી જાય અને કૂટતી જાય......
ગોરી ગાયને ગળે ફૂમકું;
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ !
માણસો બધા ભેગા મળ્યા. બધા પૂછવા માંડ્યા પટલાણી શું છે તે રુઓ છો કણબણ કહે - ઈ તો ઘેરથી એની બહેનને ત્યાં ગોરી ગાય ને ગાડું ઘઉં દેવા ગયેલાપણ દુકાળમાં બહેન ને ભાણેજાં મરી ખૂટેલાં તે પાછા આવ્યા. એટલે આજે એની કાણ માંડી છે.

કણબીનું ઘર સારું એટલે ગામ આખું કૂટવા ને રોવા ભેગું થયું. કણબીને ખેતરે ખબર થઈ કે ઘરે તો કાણ માંડી છે એટલે એ પણ હાંફળો હાફળો ઘેર આવ્યો. ત્યાં તો સૌ કૂટતા હતાં..........
ગોરી ગાયને ગળે ફૂમકું;
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ!
કણબીની પાસે સૌ એની બહેન-ભાણેજનો ખરખરો કરવા લાગ્યા. કણબી વાત સમજી ગયો કે આ તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં ! પછી બીજે દિવસ કણબી ગાડું ભરીને ઘઉં અને બીજી ગાય લઈ સાસરે જઈને આપી આવ્યો.
13
ભણેલો ભટ્ટ

એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા.

ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા.

ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે.

ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે - ભટજી કથા તો ભલે વાંચે,પણ આપણે પારખાં તો લેવાં જોઈએ નેકે ભટજી કેવુંક જાણે છે ?

સૌએ ભેગા થઈ ભટજીને પૂછ્યું - ભટજી ! અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચોને ન આપો તો પુસ્તક અને પોથીનાં પાનાં મૂકીને અહીંથી ચાલ્યા જાઓ.

ભટ કહે - પૂછો ત્યારે.

એક માણસે પૂછ્યું - ભટજી ! તુંબહ તુંબા’ એટલે શું ભટજી તો ભારે વિચારમાં પડી ગયા.

પોથીપાનાં જોઈ વળ્યા પણ ક્યાંય તુંબહ તુંબા’ જડે નહિ. ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા.

ગામડિયો કહે - ભટજી ! ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહિ અપાય. તમારા જેવા તો ઘણાંએ આવી ગયાંપણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યોહવે પુસ્તકપાનાં અને પોથીઓ અમને સોંપી દો. ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. બિચારા વીલે મોઢે ઘેર પાછા આવ્યા.

એને એક ભાઈ હતો. ઝાઝું ભણેલોગણેલો નહિપણ કોઠાવિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે - ભાઈ ! એવા અજડ ગામમાં તમારું કામ નહિત્યાં તો અમારા જેવા જોઈએએનું માથું ભાંગે એવા.

આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં. જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટકોમૂંડો કરાવ્યો. મૂંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એક બીજાને કહે - વાહઆ ભટજી તો લાગે છે ય ખરા ભટજી જેવા. આવા હોય તો કાંઈક બે અક્ષર શાસ્તરના જાણવા તો મળે !

પણ તો ય બધાં કહે - પારખાં તો લેવાં જ જોશે. એમ ને એમ કાંઈ કથા વાંચવા નહિ બેસાડાય. એક જણ કહે - ભટજી ! પધારો. એક ભટજી પુસ્તકપાનાં મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારીય તે હમણાં ખબર પડશે.

ભટજી કહે - એ ભટ નોખા ને આ ભટ નોખા. અમે તો કહેવાઈએ ભાગડ. આ માથે કેવું ટીલું કર્યું છે અને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ !

ગામનો પટેલ કહે - ત્યારે જવાબ આપો જોઈએ. તુંબહ તુંબા’ એટલે શું ?

આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડ કામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ કહે - ભાઈ ભૂલ્યા. પૂરો સવાલેય ક્યાં પૂછતાં આવડે છે તો સાંભળો પહેલાં તો હોય
ખેડમ્ ખેડા
પછી વાવમ્ વાવા
પછી ઉગે વેલમ્ વેલા
પછી આવે ફૂલમ્ ફૂલા
ને પછી થાય તુંબહ તુંબા.
બધા કહે - એલાઆ ભટજી સાચાકેટલું ગનાન છે ! જોયું બરાબર કળી ગયા. ઓલ્યા આગળ આવ્યા'તા ઈ ભટને તો બોરના ડીંટિયા જેટલુંય નો આવડેને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા !

ભટજીને આખા ગામે વખાણ્યા. બધા કહે - ભટ ભારેભટ ભારેભટ ભારે ! ભટ તો છે કાંઈ જાણકાર ! બધી વાતની એને સમજ પડે !

ભટને તો ગામ આખાયે જમાડ્યા. પોથી-પુસ્તક પાછાં આપ્યાં ને સારી એવી શીખ આપીને વિદાય કર્યા.
14
બાપા-કાગડો !

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો.

છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાંદુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને કો-કોકરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયોએટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : બાપા-કાગડો !’ બાપા કહે : હાભાઈ ! કાગડો.

ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : બાપા-કાગડો !’ બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : હાભાઈ ! કાગડો’. જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયોએટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : જુઓ તો બાપા-કાગડો !

બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : હાબેટા ! કાગડો.

છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયોત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : બાપા-કાગડો !

બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : હાભાઈ ! કાગડો – હં.’ છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : જુઓ તો ખરા ! બાપા-કાગડો !

બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : હા હોં,બેટા ! કાગડો. એ કાગડો છે હં.

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યોઅને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : બાપા-કાગડો !

બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : હાભાઈ ! કાગડો.’ આ રીતે છોકરો તો વારેવારે બાપને બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયોને બાપ હાભાઈકાગડો’ ‘હાભાઈકાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો.

બાપ વાણિયો હતોશાણો હતો. છોકરો જેમ જેમ બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હાભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર બાપા-કાગડો’ ‘હાભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશેએમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતોને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો.ઘેલિયો’ સઘળે ઘેલાશા’ ‘ઘેલાશા’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો.

ઘેલાશા તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યોએટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો નકામો ટકટકાટ કરશે અને મારો જીવ ખાશે !

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ભાઈ-કાગડો !

ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : હાબાપા ! કાગડો.

ડોસાએ વળી કહ્યું : ભાઈ-કાગડો

ઘેલાશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : હાબાપા ! કાગડો.

ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતોતેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ભાઈ-કાગડો !

ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : હાબાપા ! કાગડો. હાએ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’ ‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડીકાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : આ ડોસો જો ને નકામો ભાઈ-કાગડોલવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !

તેણે ડોસા સામે જોઈ કહ્યું : બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’ શાંતિથી જરા હસીકાગડા સામી આંગળી કરીડોસો બોલ્યો : પણભાઈ-કાગડો !’

હાબાપા ! કાગડો-કાગડો-કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ?કાગડામાં તે શું છે તે કાગડો’ ‘કાગડો’ કરો છો ?’ ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતોપોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો :ખરેખરસાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે.

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં બાપા-કાગડો !’ ‘હાભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી.

ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.
15
ભેંશ ભાગોળેછાશ છાગોળે 
ને ઘેર ધમાધમ

એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી.

ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે - સાંભળ્યું કે આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છૈયાંને દૂધ મળે;બાકી મેળવીએ એનું દહીં થાયઘી થાયને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય.

પટલાણી કહે - એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.

પટેલ કહે - તે એકલાં તારાં પિયરિયાં જ સગાંને મારાં સગાં તો કાંઈ નહિકાં એમ છાશ નહિ અપાય.

પટલાણી કહે - નહિ કેમ અપાય અપાશે ! ઘર તો મારું ય છે ને ?ને ભેંશ તો મારી યે તેને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંનેપણ છાશ તો મારાં પિયરિયાંને !

પટેલ કહે - જોયો છે આ ડંગોરો !

પટલાણી કહે - તમારાં સગાંને આપો !

આમ કરતાં વાત વધી પડી ને પટેલ-પટલાણી લડી પડ્યાં !

એક તો બેઉ અજડ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યાં ! ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યાં.

બધાં પૂછે - છે શુંપટેલ આ શું માંડ્યું છે ?

પટલાણી ફરિયાદ કરતાં કહે - જુઓ તો બાપુઆ વાંસામાં સોળ ઊઠ્યા છે તે ! પટેલનો કાંઈ હાથ છે. મને ઢીબી નાખી !

પટેલ કહે - તે કોકની જીભ ચાલેને કોકનો હાથ ચાલે !

પાડોશી પૂછે - પણ છે શું કજિયો શાનો છે ?

પટલાણી કહે - અમારો કજિયો તો છાશનો છે. પટેલ કેછે કેછાશ તારાં પિયરિયાંને નહિ ! તે નહિ શું કામ દૂધ ભલેને એનાં સગાં ખાયમારાં પિયરિયાં સુધી છાશે નહિ એ મારે નહિ ચાલે !

ત્યાં તો પાછા પટેલ ખિજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યું : અરેભેંશ તો હજી ભાગોળે છે,છાશ છાગોળે આવી નથી ને આ ધમાધમ શાની ?

વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે - પટેલપટેલ ! વઢવાડ તમે પછી કરજો. પહેલાં મારું નૂકશાન ભરપાઈ કરો. આ તમારી ભેંશે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! આમ તમારાં ઢોર રઝળતાં મૂકી દેતાં શરમાતા નથી ?

પટેલ કહે - અરે પણ ! મારી પાસે ભેંશ વળી ક્યારે હતી તે તમારી વંડી પાડી નાખે ?

વાણિયો કહે - ત્યારે તમે કઈ ભેંશની છાશ સારું લડો છો ?

પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં પોતાના કામે લાગી ગયાં.
16
લાવરીની શિખામણ

એક લાવરી હતી.

તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યુંજુઓખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ.

સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ માને કહ્યુંમાખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતાં રહીએ તો ?

લાવરી કહેતમે ચિંતા છોડો. એ પડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે. અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ કોઈ પડોશીઓ આવ્યા ન હતા તેથી તે બોલ્યો,કાંઈ વાંધો નહિકાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી.

લાવરીએ કહ્યુંચિંતા છોડો. ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે. એથી હજુ કેટલાંય દિવસ સુધી પાક લણાશે નહિ. આખરે લાવરી સાચી પડી. ખેડૂત રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહિ.

થોડા દહાડા પછી બચ્ચાં કહેમાઆજે તો ખેડૂત ગુસ્સામાં હતો. તેની ઘરવાળીને કહેકોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું.

લાવરી કહેખેડૂતે પારકી આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતાં રહીએ. આમ કહી લાવરી તેનાં બચ્ચાંને લઈ બીજે રહેવા જતી રહી.
17
સાબરનાં રૂપાળાં શીંગડાં

એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ.

કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયુંવાહ ! કેવાં સુંદર મારાં શીંગડાં છે ! માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે ! પણ મારા આ પગ કેવા પાતળા ! મને એ બેડોળ કરી મૂકે છેએનું જ મને દુઃખ છે.

પોતાના મોટા શીંગડાના અભિમાનથી તે પોતાના બીજાં સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું. તેના સાથીઓનાં નાનાં શીંગડાં જોઈ તેની ઠેકડી ઉડાવતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડાં માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા.

સાબર તો છલાંગ મારતું જાય નાઠું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડ્યે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી. તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું.

સાબરે જોયું કે એનાં શીંગડાં એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં છે. તેણે ડાળીઓમાંથી શીંગડાં કાઢવા ખૂબ મહેનત કરી પણ તેનાં વાંકાં ચૂકાં શીંગડાં એવા ભરાઈ ગયા કે તે નીકળ્યાં જ નહિ. સાબરને થયું,મારા આ દૂબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા ને ! તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું. પણ મને જે શીંગડાંનું અભિમાન હતું. એ શીંગડાં જ મારાં શત્રુ બન્યાં. જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ.

આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસિબે શીંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું.
18
વહોરાવાળું નાડું

એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે.

વહોરાજી દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે.

એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા.

પટેલ કહે - ચાચાપગે ચાલતા શા માટે જાઓ છો ગાડા ઉપર બેસી જાઓ. પણરસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશેતમે નાડું બરાબર પકડજોનહિતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો.

વહોરાજી કહે - પટેલસારૂં થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહી ! એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને બેઠા.

ગાડું આગળ ચાલતાં રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું ને વહોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યાં. વહોરાજીએ તો મોટેથી બૂમ પાડી - અરે પટેલ ! ગાડું ઊભું રાખો. હું પડી ગયો છું.

પટેલ જૂએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછયું - કેમ કરતાં પડી ગયા તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું ?

વહોરાજી જમીન પર પડ્યાં પડ્યાં સૂંથણાનું નાડું બતાવીને કહે - જુઓ તો ખરાપડી ગયો તોય હજી મેં નાડું છોડ્યું નથી....

પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે સૂંથણાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા - અરે ચાચા ! તમે સૂંથણાનું નાડું પકડી બેઠા છો પછી પડી જ જવાય ને મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે ઈ નાડું એટલે કે જાડું દોરડું પકડી રાખવા કહ્યું હતું. તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને ?સૂંથણાનું નાડું તે કાંઈ પકડવાનું હોય ?

વહોરાજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને હસતા હસતાં ફરી ખરું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા.
19
વાંદરો અને મગર

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું.

જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.

મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે - રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે ! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં !

મગર કહે - તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય ?

મગરીએ જીદ કરી કહ્યું - જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ.

નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો.

એણે મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો - વાંદરાભાઈમારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.

વાહ ! ચાલોતમારો આટલો પ્રેમ છે તોના કેમ પડાય ! એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.

મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.

મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.

વાંદરો કહે - મગરભાઈ ! તમે પણ ખરાં છો ! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને ! મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ !

મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે - મૂરખ મગર ! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે તું તો દગાખોર છે ! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો જા હવે કદી આ જાંબુડાના ઝાડ નીચે આવતો નહિ. એમ કહી વાંદરો ત્યાંથી બીજે જતો રહ્યો.
20
જેવા સાથે તેવા

એક બગલો નદી કિનારે રહેતો હતો.

એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.

શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે - બગલાભાઈ ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું - સારું.

ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે - લો બગલાભાઈતમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું !

બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહિ. એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું.

બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું - વાહશિયાળભાઈ ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે ! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ.

જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું.

બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોં વાળા બે કૂંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી.

બગલો કહે - તમને બાસુંદી ભાવે છે. એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ ખાવ. આમ કહી બગલાએ શિયાળ પાસે કૂંજો મૂકયો. બીજા કૂંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડયો.

શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કૂંજામાં પેસી જ ન શક્યું. તે કૂંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું - બગલાભાઈ,તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયુંહોં ! આમ કહી ઢીલા મોઢે એ જતું રહ્યું.

શિયાળને જતું જોઈ બગલો મનમાં કહે - જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાયસમજ્યા !
22
રીંછે કાનમાં શું કહ્યું ?

એક હતો ગોપાલ અને એક હતો મોહન.

મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.

મોહન કહે - ગોપાલમને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ?

ગોપાલ કહે - તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.

મોહન ફરી બોલ્યો - પણ ગોપાલઆપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ?

ગોપાલ કહે - હથિયારની શું જરૂર છે આપણે બન્ને મોટા અવાજ કરી એને ભગાડી દેશું.

બન્ને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલનાં બધાં બણગાં હવામાં ઊડી ગયાં. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો.

ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી - મિત્રગોપાલ ! મને બચાવ ! પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાંની ઘટામાં સંતાઈ ગયો.

મોહનને ઝાડ પર ચઢતાં આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું ?પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું.

રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઊતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું - અલ્યા મોહન ! શું રીંછ તારું સગું થતું હતું કે શુંએણે તારા કાનમાં શું કહ્યું ?

મોહન કહે - રીંછ મને શિખામણ આપી કે મુસીબતમાં સાથ છોડી જાય તેનો કદી વિશ્વાસ ન કરવો.

મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું.
23
ઉંદર અને સિંહ

એક જંગલમાં સિંહ રહેતો હતો.

ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.

ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે 'હાક.. છી !'કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.

ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો - સિંહદાદા આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ !

સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો - ઉંદરડા ! નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો ?

ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી - સિંહદાદાએક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો.

થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાં માર્યાં પણ કંઈ વળ્યું નહિ ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.

નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જૂએ તો સિંહદાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા.

ઉંદર બોલ્યો - સિંહદાદાધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ ! એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ … કટ … કટજોતજોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી.

જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ લેતાં તે બોલ્યો - મિત્રતારો ખૂબ આભાર. મોટાઈમાં ફુલાઈને તને નાનો જાણી તારી ખોટી અવગણના કરી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે.

સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો.
24
ઉંદર સાત પૂંછડિયો

એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.

ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.

નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.

ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!

છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.

ઉંદરડીએ પૂછયું - બેટા રડે છે કેમ ?

ઉંદર કહે - મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.

ઉંદરડી કહે - બેટાએમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.

માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.

ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.

ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !

ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે - મા મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.

મા કહે - કાંઈ વાંધો નહિ. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો.

આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તો પણ નિશાળમાં બધાં છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.

ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !

છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી. પછી અરીસામાં જોયું ને બોલ્યો - હવે મારે પૂંછડી જ નથી. એટલે છોકરાઓ મને ખીજવી નહિ શકે.

બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.

ઉંદર બાંડો ! ઉંદર બાંડો !

ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી.

ઉંદરડી કહે - બેટાતારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂછડી તો હોય જ.

ઉંદર રડતા રડતા બોલ્યો - માગમે તેમ કરમારે મારી પૂંછડી પાછી જોઈએ છે.

મા વિચાર કરીને કહે - જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ તો.

ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી.

માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાંઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ.

ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા !
25
ગમે તેને ભાઈબંધ ન બનાવાય

જંગલમાં એક શિયાળ અને એક હરણ રહે. શિયાળ રોજ મનમાં વિચારેઆ હરણને મારીને ખાઈ જાઉં. પણ તે હરણના જેટલી ઝડપે દોડી શકે નહિ. આથી તેની ઈચ્છા પૂરી થતી નહિ.

એક વાર શિયાળે એક યુક્તિ કરી. હરણના જવા આવવાના રસ્તે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. હરણે શિયાળને રડતું જોયું. એણે શિયાળને રડવાનું કારણ પૂછ્યું. શિયાળ કહે, "મારે કોઈ ભાઈબંધ નથી. હું એકલો કેવી રીતે જીવું મારે હવે નદીમાં ડૂબી મરવું છે".

હરણને શિયાળ પર દયા આવી. તે શિયાળને કહે, "મરી ગયા પછી ભાઈબંધ કેવી રીતે મળવાનોજીવીશ તો ભાઈબંધ મળશે. કોઈ ન હોય તો હું આજથી તારો ભાઈબંધબસ!"

શિયાળની યુક્તિ સફળ થઈ.

પછી તો હરણ અને શિયાળ સાથે સાથે ફરવા લાગ્યાં. એ જંગલમાં એક કાગડો હરણનો મિત્ર હતો. તેણે હરણને શિયાળ સાથે જતું જોઈને પૂછ્યું, "દોસ્તદોસ્તતારી સાથે આ નવું કોણ છે?"

હરણ કહે, "એ મારો નવો ભાઈબંધ છે".

કાગડો કહે, "કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના ભાઈબંધ બનાવાય નહિ". આ સાંભળી શિયાળે કહ્યું: "કાગડાભાઈભાઈબંધ થયા પછી જ એકબીજાને ઓળખીએ ને! શું તમે પહેલાં હરણને ઓળખતા હતા?"

પણ કાગડાને શિયાળમાં વિશ્વાસ બેઠો નહિ. એક દિવસ શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયું. ત્યાં તેને સારું સારું ખાવાની ખૂબ મજા પડી ગઈ. પછી તો બંને ભાઈબંધો રોજ એ ખેતરમાં જવા લાગ્યા. ખેતરમાં પાકનો બગાડ થતો જોઈ ખેતરના માલિકે એક દિવસ ખેતરમાં જાળ નાખી. હરણ એમાં ફસાઈ ગયું. શિયાળની યુક્તિ સફળ થઈ. હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું.

કાગડાએ હરણને જોયું નહિ તેથી તેને ચિંતા થવા લાગી. તે હરણને શોધવા નીકળી પડ્યો. ઊડતાં ઊડતાં એણે પેલા ખેતરમાં હરણને જાળમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતાં કહ્યું: "ભાઈબંધતું ફિકર કરીશ નહિ. તું મડદા જેવો થઈને પડ્યો રહેજે. હુંકા કા’ બોલું એટલે તું દોડવા માંડજે". થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે જાળમાં મરેલા હરણને જોયું તેણે જાળ ઉપાડી લીધી. તે જ વખતે કાગડો કા કા’ કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું. ખેતરના માલિકે આ જોયું એટલે તેણે હાથમાંની લાકડી હરણ પર ફેંકી. પણ હરણ દૂર નીકળી ગયું હતું એટલે બચી ગયું. શિયાળ બાજુમાં જ સંતાઈને બેઠું હતું. હરણ ભાગ્યું એટલે શિયાળ પણ ભાગવા માંડ્યું. ત્યાં તો ખેડૂતની લાકડી વાગી શિયાળના માથા પર અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા.

હરણ અને કાગડાએ ખાધુંપીધું ને મોજ કરી.
26
ફુલણજી દેડકો

એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી બીજું કોઈ મોટું છે જ નહિ.

દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં ને કૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, 'મામા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું'.

બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, 'હોય જ નહિ મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે!'

ચારે બચ્ચાં કહે, ' ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.'

દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, 'આટલું મોટું પ્રાણી?'

બચ્ચાં કહે, 'ના બાપા હજુ મોટું.'

દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું, 'આટલું મોટું?'

બચ્ચાં કહે, 'ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.

ચારે બચ્ચાં બોલી ઊઠયાં, 'ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.'

દેડકો કહે, ' હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.'

દેડકી કહે, ' દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?'

દેડકો કહે, 'મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું.

બિચારો દેડકો ! ખોટું અભિમાન કરી પોતાની તાકાત કરતાં વધુ જોર કરવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો !
27
ઉપકારનો બદલો અપકાર

એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્‍યા નહોતી. શિયાળો આવી પહોંચ્‍યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્‍ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં કરું તો બચ્‍ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈમારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્‍યા હોય તો બચ્‍ચાંને રહેવા દો.

કૂતરો ભલો હતો. તે બોલ્‍યો, ‘બચ્‍ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્‍યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.

કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.

કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્‍ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉંથોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.

કૂતરો બોલ્‍યો, ‘ભલેથોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્‍યારે ઘર ખાલી કરી આપજે.

કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્‍યો, ‘હવે તો બચ્‍ચાં મોટાં થઈ ગયાં ને ?’

કૂતરીએ કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરાપણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.

કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્‍યા ને ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્‍યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્‍યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે કેવો બદલો વાળ્યો.

બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે !
28
કોણ વધુ બળવાન?

એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજતારા કરતાં હું બળવાન’.

તું બળવાનહં!’ સૂરજે કહ્યું: મારી આગળ તારી કશી વિસાત નહિ,સમજ્યો?’

પવને કહ્યું: ના નાતારા કરતાં હું ખૂબ બળવાનબોલ!

આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.

સૂરજે પવનને કહ્યું: પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’

પવને કહ્યું: મંજૂર!

જાપહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.

અરેહમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.

પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યોમુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.

હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીઘી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે.

ઘણી વખત જે કામ બળથી ન થાય તે કેવળ મીઠડું સ્મિત કરી જાય છે!
29
લાલચુ કૂતરો

એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.’ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી.

વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે.

બીજા કૂતરાના મોમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કેલાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લઉં તો મને બે રોટલા ખાવા મળે.’ એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા તેનું મોં ખોલ્યું કે તેના મોંમાંથી રોટલો નદીના ઊંડા પાણીમાં પડી ગયો.

કૂતરાને ભાન થયું, ‘આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો.

સાચી વાત છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે.
30
જ્યાં સંપ ત્યાં જંપ

એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા હતા.

ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.

એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએએક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?’

ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.

પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું: ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો.’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી.

પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું: એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બનશો.
31
બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે

એક વખત નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં કેટલીયે ચીજવસ્તુઓ તણાઈને વહેતી જતી હતી. એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા.

તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો, ‘દોસ્તતું પોચી માટીનો બનેલો છેનાજુક છે. તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ. તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ.

મિત્રતેં મારા માટે ભલી લાગણી બતાવી તેથી તારો આભારમાટીના ઘડાએ કહ્યું અને ઉમેર્યું, ‘પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી. તું રહ્યો સખત અને મજબૂતજ્યારે હું રહ્યો માટીનો – પોચો. ભૂલમાંય આપણે જો અથડાઈ જઈએતો મારા તો ચૂરેચૂરા થઈ જાય! તું મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે. એમાં જ મારી ભલાઈ છે.

આમ બોલતો માટીનો ઘડો હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી દૂર દૂર ચાલ્યો ગયો.
32
પૈસાને વેડફાય નહિ

એક વેપારીને ઘેર એકનો એક દીકરો. આથી માતા-પિતા પુત્રને બહુ લાડ કરે. એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહિ.

વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુ ઉડાઉ થતો ગયો. ખોટો ખરચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહિ. આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા. પણ કોઈ ફરક પડ્યો નહિ.

એક દિવસ પિતાએ પુત્રને કહ્યું: બેટામારી પાસે જે કાંઈ છે તે તારું જ છે. પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહિ મળે.

પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું, ‘હું કમાઈ શકું છું એવું ચોક્ક્સ બતાવી આપીશ.

બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું મળ્યું. કામમાં અનાજની ગૂણો લારીમાં મૂકવાની ને બીજે દિવસે જઈને ઉતારવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘેર ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રના દેખતાં એ રૂપિયો કૂવામાં નાખી દીધો.

થોડા દિવસ આમ જ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહિ અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાંખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, ‘પિતાજીમારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો?’

પિતાએ એને કહ્યું: હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાંખી દઉં છું ત્યારે તારું હ્રદય કપાઈ જતું હશે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરામારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે.

પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે પિતાને કહ્યું: હવેથી હું રૂપિયા ગમે તેમ વેડફીશ નહિ.
33
ચોરની લાકડી એક વેંત ટૂંકી

એક વખત નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.

અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું: તમને કોઈ પર શક છે?શક હોય તો કહી દેજોગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.

વેપારીએ જવાબ દીધો, ‘હજૂરમારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.

બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું: જુઓઆ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.

આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું: કાલે સવારે આવીને તમારે ચારેયે મને સૌ સૌની લાકડી બતાવવાની છે. જેણે ચોરી કરી હતે તેની લાકડી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે. અને જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’ આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.

હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.

તે લાકડી ખરેખર જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.
34
ચોરની લાકડી એક વેંત ટૂંકી

એક વખત નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.

અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું: તમને કોઈ પર શક છે?શક હોય તો કહી દેજોગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.

વેપારીએ જવાબ દીધો, ‘હજૂરમારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.

બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું: જુઓઆ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.

આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું: કાલે સવારે આવીને તમારે ચારેયે મને સૌ સૌની લાકડી બતાવવાની છે. જેણે ચોરી કરી હતે તેની લાકડી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે. અને જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’ આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.

હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.

તે લાકડી ખરેખર જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.
35
શેરડીનો સ્વાદ

હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો.

દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું.

થોડીવારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, ‘અરે ઓ હાથીભાઈતમે ખૂબ દયાળુ છો. મને થોડી મદદ કરશો?’

હાથી કહે, ‘બોલતારે મારી શી મદદ જોઈએ છે?’

શિયાળ કહે, ‘હું ખૂબ બીમાર છું. મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો.

હાથી કહે, ‘એમાં શી મોટી વાત છે. એક કરતાં બે ભલા.’ કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યું. શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો. ને તેને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધીને કેટલીય શેરડી બગાડી.

શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો. ને હાથણીને કહે, ‘લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું.’ કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો. હાથણી કહે, ‘આ શેરડી નહિ પણ બળતણ માટેનાં સાંઠીકડાં છે.’ હાથી કહે, ‘હું તો શેરડી લાવ્યો છું. પણ હાઆ પેલા લુચ્ચા શિયાળનું કામ છે. તે મને છેતરી ગયો છે.

શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી. હાથીને આપતાં રાણી બોલી, ‘આ થેલી તમારી પીઠ પર મૂકજોએટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે.

હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઊડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, ‘હાથીભાઈ મને જલદી નીચે ઉતારોમારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહિ કરું.’ હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઊતરી ગયો.

હાથી કહે, ‘ચાલ્યો જા અહીંથી. ક્યારેય પાછો આવીશ નહિ.

હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો.
36
નકલ કામ બગાડેઅક્કલ કામ સુધારે

ઘણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો રંગબેરંગી ટોપી લઈ લો. એની રંગીન ટોપી લોકોને ગમતી હતી. લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતાં હતાં

એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું. ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.

એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઊતરી આવ્યાં. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાંખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધાં વાંદરાંઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી.

થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય. પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણાં બધાં વાંદરાંઓ ટોપી પહેરી કૂદાકૂદ કરતાં હતાં.

થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શુંવિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ. તે જાણતો હતો કે વાંદરાં નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી. વાંદરાંઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી.

બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો.

નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ !
37
શું ચડેભણતર કે સામાન્ય સમજ?

એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી હતી.

એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ સિંહનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.’ એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું.

હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું: મારી વિદ્યાથી હું આમાં લોહીમાંસ-મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મઢી દઉં!’ એમ કહી તેણે હાડપિંજરને લોહીમાંસ-મજ્જાચામડીથી તૈયાર કરી દીધું.

આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, ‘મારી વિદ્યાથી આ સિંહને હું જીવતો કરી શકું.’ પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે આ સિંહ જીવતો થશે તો કોઈને છોડશે નહિ. તેણે સૌને ચેતવ્યા કે આ સિંહને જીવતો કરીને આપણે કોઈ ખતરો ઊભો કરવો નથી.

એક વિદ્વાન મિત્ર બોલ્યો, ‘આ મૂર્ખ આપણી વિદ્યાની અદેખાઈ કરે છે. આપણે એનું કાંઈ સાંભળવું નથી.

બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા. પેલો ચોથો શાણો મિત્ર દોડીને દૂર ઝાડ પર ચઢી ગયો. પેલા ત્રણ વિદ્વાન મિત્રો તેના તરફ હસ્યા. તેની મજાક ઉડાવી.

એક જણ બોલ્યો, ‘સાવ ડરપોક!

બીજો કહે, ‘અદેખો છે અદેખો!

પછી પેલા ત્રીજા વિદ્વાન મિત્રે સિંહમાં પ્રાણ પૂર્યો કે તરત સિંહ આળસ મરડીને ઊભો થયો અને ત્રાડ પાડી. પાસે જ ઊભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર સિંહ તૂટી પડ્યો અને તેમને ફાડી ખાધા. ઝાડ પર ચડી ગયેલા પેલા ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડહાપણે બચાવી લીધો.

આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ.
38
મગતરાંએ મહારથીને નમાવ્યો

એક વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ આખા જગતમાં મારા જેવો બીજો કોઈ બળિયો નથી.

એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો. મચ્છરને સિંહના અભિમાનની ખબર હતી. મચ્છરે વિચાર્યું કે આજે મોકો છે. લાવ સિંહનું ખોટું અભિમાન ઉતારું.

મચ્છરે સિંહને કહ્યું, ‘ઓ વનરાજતમારામાં હિંમત હોય તો મારી સાથે લડવા આવી જાઓ.’ વનરાજે જવાબ ન આપ્યો એટલે સિંહને ખીજવવા લાગ્યો, ‘કેમ મારાથી ગભરાઈ ગયાનેસિંહ બીકણસિંહ બીકણ.

જાજાતારા જેવા જંતુ સાથે કોણ લડેતારા જેવા મગતરાં સાથે લડવામાં મારી શોભા નહિ.’ સિંહે કહ્યું.

મચ્છર કહે, ‘ખોટું અભિમાન કરવાનું રહેવા દો. ખરી હિંમત હોય તો સામે આવો.

મચ્છરનું મહેણું સાંભળી સિંહ તો ખિજાયો અને ત્રાડ પાડતો મચ્છર સામે ધસ્યો. મચ્છર ગણગણ કરતો સિંહના નાકની અંદર જઈ બેઠો ને ત્યાં તેને ચટકા ભરવા લાગ્યો. સિંહ ખૂબ ખિજાયો. તેણે પોતાના નાક ઉપર પંજો માર્યો. મચ્છર તો ઊડી ગયો પણ પંજો પોતાના જ નાક પર લાગ્યો. સિંહ વધુ ખિજાયો. ફરી પાછો મચ્છર નાક પર આવી બેઠો ને વળી સિંહે પંજો માર્યો. મચ્છર ઊડી ગયો. ફરીથી સિંહને જ વાગ્યું. નાક તો લાલ ચોળ થઈ ગયું.

સિંહ ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે મોટી ત્રાડ પાડીપંજો પછાડ્યો ને પૂછડું જોરથી ઉછાળ્યું. પણ પેલો મચ્છર તો હળવેથી તેના મોં પર બેઠો ને ચટ દઈને કરડ્યો.

ધીમેથી તેના કાનમાં પેઠો ને ચટ દઈને કરડ્યો. ધીમેથી તેના પૂંછડા પર બેઠો ને ચટ દઈને કરડીને ઊડી ગયો. બિચારો સિંહ! મચ્છરને ભગાડવા પૂછડું જોર જોરથી પછાડે કે જેથી મચ્છર મરી જાય પણ થાય ઊંધું. છેવટે પોતાને જ વાગે.

આખરે સિંહ થાકી ગયો. તેણે મચ્છરને કહ્યું, ‘ભાઈતારાથી હું હાર્યો. કબૂલ કરું છું કે તું મારાથી બળિયો છે.

સિંહને આમ કરગરતો જોઈ મચ્છરને ખૂબ મજા પડી. સિંહને ફરતાં બે ચાર ચક્કર લગાવી તે ઊડી ગયો. મચ્છર ગયો તેથી સિંહને નિરાંત થઈ.

ઘણી વખત નાના મગતરાં પણ મહારથીને નમાવી શકે છે.
39
ચતુર કાગડો

એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.

પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ.

અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!

જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ.

પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ.

પણ તે હિંમત ન હાર્યો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું.

તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ.

જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા.

કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા.

કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.

જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી.
40
બોલતી ગુફા

એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે.

એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ.’ સિંહ ગુફામાં જઈ બેસી ગયો.

સાંજે શિયાળ આવ્યું. એણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી. માટે સિંહ ગુફામાં જ છે. શિયાળ ચેતી ગયું. તેણે નક્કી કર્યું, ‘અત્યારે ગુફામાં જવાય નહિ.

આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહિએટલે તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ‘ગુફા રે ગુફા! આજે કેમ બોલી નહિરોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો! આવો! આજે તને શું થયું છે?તું નહિ બોલે તો હું પાછું ચાલ્યું જઈશ.

સિંહ વિચારમાં પડ્યો, ‘ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી. તો લાવ ગુફાને બદલે હું જ બોલું. નહિ બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશેએટલે સિંહ બોલ્યો, ‘આવો! આવો!

સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે. તેથી તે ત્યાંથી ઊભી પૂછડિયે ભાગ્યું.

થોડીવાર થઈ. શિયાળ ગુફામાં આવ્યું નહિ. એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જોયું તો શિયાળ દેખાયું નહિ. આમ સિંહ ભૂખ્યો રહ્યો. સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી. શિયાળની યુક્તિ સફળ થઈ. શિયાળ બચી ગયું.

શિયાળ બોલ્યું, ‘જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.
41
કાગડો અને શિયાળ

એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમતેમ ઊડાઊડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટાં બકરાં ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથુ છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંકયો.

કાગડાએ રાજી થતા તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો.

એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. તે ઝાડ નીચે દોડી આવ્યું. શિયાળે કાગડાને કહ્યુંકાગડાભાઈ જરા સમજો તો ખરા. આ વેળા ગાવાની છે ખાવાની નહિ. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે!

કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફુલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફુલાવતાં કહ્યુંઆજે મને તમારું મધુર ગાન સાંભળવાનું ખૂબ મન થયું છે. મારી ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે!

કાગડો પોતાનાં વખાણ સાંભળી વધુ ફુલાયો. તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ મોં માંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો.

શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટુકડાને નીચે પડતાં પહેલાં જ મોંમાં ઝીલી લીધો. રોટલો મોજથી ચાવતાં ચાવતાં ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહિ. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું મોડે મોડે ભાન થયું. પણ પાછળથી પસ્તાવાનો શો અર્થ મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો!
42
શિયાળનો ન્યાય

એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!

પંડિતજીને થયુંસોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.

પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી,પોતાનો ન્યાય કરવા કહ્યું.

શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’

આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.

પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’

સિંહે કહ્યું, ‘હા.

શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.

વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.
43
દોડવીર કાચબો

એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!

કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક હોય તો પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા!

આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’

સસલાએ કાચબાને કહ્યું, ‘ચાલો આપણે બન્ને શરત લગાવીએ. દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે?’

કાચબો તરત બોલ્યો, ‘ચાલો અત્યારે જ કરીએ ફેંસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું!

બીજાં બધાં સસલાંઓ દોડ હરીફાઈ જોવા ભેગાં થઈ ગયાં. સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું, ‘કાચબાભાઈ સામે દેખાતા ખડક પાસે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે.

કાચબાએ કહ્યું, ‘એ બરાબર છે.’ કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા.

શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી. કાચબો માંડ્યો ઠચૂક ઠચૂક ચાલવા. સસલો માંડ્યો ઝડપથી દોડવા. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, ‘કાચબાને આટલે સુધી પહોંચતાં ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં.'

સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ.

થોડી વારે સસલો ઊંઘમાંથી જાગ્યો. જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી.

કાચબાએ કહ્યું, 'સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચૂક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યુ હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જિતાડ્યો છે!'

શિયાળ કહે, ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર એ વાત સાચી છે.
44
દોડવીર કાચબો

એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!

કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક હોય તો પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા!

આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’

સસલાએ કાચબાને કહ્યું, ‘ચાલો આપણે બન્ને શરત લગાવીએ. દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે?’

કાચબો તરત બોલ્યો, ‘ચાલો અત્યારે જ કરીએ ફેંસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું!

બીજાં બધાં સસલાંઓ દોડ હરીફાઈ જોવા ભેગાં થઈ ગયાં. સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું, ‘કાચબાભાઈ સામે દેખાતા ખડક પાસે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે.

કાચબાએ કહ્યું, ‘એ બરાબર છે.’ કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા.

શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી. કાચબો માંડ્યો ઠચૂક ઠચૂક ચાલવા. સસલો માંડ્યો ઝડપથી દોડવા. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, ‘કાચબાને આટલે સુધી પહોંચતાં ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં.'

સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ.

થોડી વારે સસલો ઊંઘમાંથી જાગ્યો. જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી.

કાચબાએ કહ્યું, 'સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચૂક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યુ હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જિતાડ્યો છે!'

શિયાળ કહે, ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર એ વાત સાચી છે.
45
કેડકંદોરો ને કાછડી

એક હતો વાણિયો.

એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે શેઠઅમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.

વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યોમેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધીએક હાથમાં તેલભરેલી તાંબડી લીધીતેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવીબીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો.

બાજુના ગામમાં તેલ વેચીરોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં ચાર ચોર મળ્યા. વાણિયાને એકલો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહિ આવે. એક ચોરે પૂ્છ્યું :કેમશેઠ અત્યારે એકલા ક્યાં જાઓ છો ?’

વાણિયો તો ચાર ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો ચાર છે એટલે જો કંઈક યુક્તિ નહિ કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો. પણ એનામાં હિમ્મત જબરી હતી. સાવ બેફિકર થઈને તેણે ડીંગ હાંકી : હું એકલો ક્યાં છું. અમે તો બાર જણા સાથે નીકળ્યા છીએ.

ચોરોને થયું કે ઓહોઆ લોકો બાર જણા હોય તો આપણી કારી નહિ ફાવે. તો ય એક ચોરે પૂછ્યું : અલ્યાબાર જણ તે કોણ છે ?‘

વાણિયો કહે :
કેડકંદોરો ને કાછડીઅમે ત્રણ જણા;
તેલપળી ને તાંબડી અમે છ જણા;
ડાંગડોસો ને લાકડીઅમે નવ જણા;
શેઠવાણિયો ને હાટડી અમે બાર જણા.

ચોરોને તો કંઈ સમજાયું જ નહિ કે વાણિયો શું કહે છે. તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણાં બધાં જણા છે એટલે તેને લૂંટવા જતાં આપણે જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા. અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘરભેગો થઈ ગયો.
46
અગ્રે અગ્રે વિપ્રઃ
નંદ   સો   કંદ
દાઢી સો  ભોથું

એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો.

બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પાણી ક્યાંય ન મળેભૂખ પણ લાગેલી.

બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો.

ત્રણે જણાએ નક્કી કર્યું કે આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા-પીવાનું શોધીએ. જે જડે તે સૌનું સરખા ભાગે. ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું.

બ્રાહ્મણ કહે : ઊભા રહો. હું ખેડૂતને અષ્ટમપષ્ટમ ભણાવી શેરડી લઈ આવું છું.

બ્રાહ્મણ તો અંદર ગયો. નારાયણ પ્રસન્ન’ કહી ખેડૂતને આશીર્વાદ આપ્યા અને શેરડીનું દાન કેટલું પુણ્ય કમાવી આપે છે અને પરભવમાં કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા મહેનત કરી.

પટેલ કહે : મહારાજમારે પરભવનું કોઈ પુણ્ય નથી જોઈતું. મારે થોડાં ભંડાર ભર્યા છે કે હું બીજાને દાન આપ્યાં જ કરું.’ બ્રાહ્મણ તો વીલા મોંએ પાછો આવ્યો.

બાવો કહે : વાંધો નહિ. એને આ ભવમાં જ ફાયદો થાય તેવી ચમત્કારી ભસ્મની લાલચ આપી શેરડી લઈ આવું છું.

બાવો તો ખેતરમાં જઈ અહાલેક’ કરીને ઊભો રહ્યો અને હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને ભસ્મ કાઢી બતાવી ખેડૂતને આપી.

ખેડૂત કહે : બાપજી મહારાજતમારી ચપટી ભસ્મને હું શું કરું ?મારા ચુલામાં રોજ રાખના મોટા ઢગલા નીકળે છે. એના કરતાં એમ કરોતમે ચમત્કાર કરી હવામાંથી શેરડી જાતે જ કાઢીને લઈ લો ને.

બાવાજી પણ વીલા મોંએ પાછા આવ્યા.

હવે વાણિયાનો વારો આવ્યો. વાણિયાને ખ્યાલ આવી ગયો કે અહીંયા એમ કંઈ સહેલાઈથી શેરડી મળે તેમ નથી. ખેડૂતને બરાબર ગળે ઉતરે તેવું કોઈ ગતકડું કરવું પડશે.

વાણિયાએ રોફભેર ખેતરમાં જઈ ખેડૂતને કહ્યું : કાં પટેલઆ શેરડી એમને એમ રાખવી છે કે ગોળ બનાવી વેંચવો છે ?’

પટેલ કહે : આવો આવો શેઠશેરડી એમને એમ થોડી રાખવાની હોય. ગોળ લેવો હોય તો બોલો કેટલા ગોળનો ખપ છે ?’

વાણિયો કહે : આમ તો સો મણ જોઈએ છે પણ ભાવ પોષાય એવો હોય તો બીજા પચાસ મણ પણ લઉં ખરો.

પટેલ કહે : એમ બોલોને. ચાલો કરીએ ભાવતાલ નક્કી.

પટેલ અને શેઠે તો વાતચીત કરી ભાવતાલ ઠેરવ્યા અને ગોળ તોળવાનો દિવસ પણ નક્કી કર્યો. બધું કર્યા પછી વાણિયે રજા લીધી પણ થોડુંક ચાલીને પાછો ફર્યો અને કહે : અરે પટેલઆ તમારી શેરડીના રૂપ-રંગ જોઈ મેં સોદો તો નક્કી કરી નાખ્યો પણ શેરડીનો સ્વાદ કે મીઠાશ તો જોયાં જ નથી. શેરડી બરાબર મીઠી નહિ હોય તો ગોળમાં સ્વાદ ક્યાંથી આવશે ?’

પટેલ કહે : એવું તે કંઈ હોય. મારી શેરડી તો આખા પંથકમાં વખણાય છે. આ થોડાંક સાંઠા લઈ જાવ અને ખાજો એટલે તમને ખાતરી થઈ જશે.

પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના વીશ સાંઠા પસંદ કરીવાઢીને વાણિયાને આપ્યા. વાણિયો મનમાં મલકાતો સાંઠા લઈને બહાર આવ્યો.

પછી તો ભાગ પાડવાનું આવ્યું. શરત પ્રમાણે સૌના સરખેસરખા ભાગ પાડવાના હતા. પણ વાણિયો બરાબર પાકો હતો. મનમાં કહે: આ શેરડી મારી ચાલાકી ને હોંશિયારીથી મળી છે્. તમે લોકોએ તો કંઈ કર્યું નથી તો ખરો ફાયદો તો મને જ થવો જોઈએ. હું થોડો મૂરખ છું કે હું માથાફોડ કરું ને ભાગીદારોને મફતમાં તાગડધીન્ના કરવા દઉં.

વિચાર કરવાનો ડોળ કરી વાણિયો કહે :

જૂઓ ભાઈ ! શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્રે અગ્રે વિપ્રઃ માટે આપણે બ્રાહ્મણને આગળનો ભાગ આપવો જોઈએ.

એમ કહી વીશે સાંઠાના ઉપલા ભાગ કાપી કાપીને બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણે તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો. પછી કહે : નંદ સો કંદ. નંદ એટલે વાણિયાને તો વચલો ભાગ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે.’ એમ કહી બધી શેરડીના વચલા કટકા પોતે લઈ લીધા.

પછી બાકી તો થડિયાના ભાગ રહ્યા એટલે કહે : દાઢી સો ભોથાં. શાસ્ત્રના વચન છે કે દાઢી એટલે બાવાજીને ભોથાં એટલે કે થડિયા દેવાં જોઈએ.’ બાવાજીએ પણ રાજીના રેડ થઈ પોતાનો ભાગ લઈ લીધો.

આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણ તથા બાવાજીને રાજી પણ રાખ્યા પણ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો ભાગ પોતે ગુપચાવી લીધો. પછી ત્રણે ભાગીદારો રાજીખુશીથી છૂટા પડી સૌ સૌના રસ્તે ગયા.
47
લખ્યા બારુંની વાર્તા

એક હતો વાણિયો પણ તેનામાં સમજણ ઓછી.

વાણિયાની નાની સરખી હાટડી હતી. હાટડીમાં ખારા દાણાદાળિયા,મમરારેવડી ને એવી નાની નાની ચીજો રાખે અને વેંચે. બિચારો સાંજ પડ્યે માંડ માંડ પેટજોગું રળી ખાય. પણ કોક કોક વખત એવાં એવાં કામ કરે કે એને ભલો-ભોળો કહેવોમૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે

એક વાર વાણિયાને હિસાબ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા.

વાણિયો ચોરને કહે : અલ્યામોડી રીતે ઈ કોણ છે ?’

ચોરો કહે : કેમ ભાઈ અમે તો વેપારી છીએ. આમ ટપારે છે શાનો?’

વાણિયો કહે : અલ્યા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા ?’

ચોરો કહે : જઈએ છીએ માલ ખરીદવા.

વાણિયો કહે : રોકડે કે ઉધાર ?’

ચોરો કહે : રોકડે ય નહિ ને ઉધારે ય નહિ. અમે તો પૈસા દીધા વિના માલ લઈએ છીએ.

વાણિયો કહે : ત્યારે તો તમારો વેપાર બહુ સારો ! મને પણ તમારી સાથે લેશો ?’

ચોરો કહે : ચાલને ભાઈ ! તને ય તે શીખવા મળશે અને ફાયદો થશે.

વાણિયો કહે : એ ઠીક. પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો.

ચોરો કહે : લે લખ કાગળમાં કે કોઈના ઘરની પછીતે.

વાણિયાએ તો ગજવામાંથી કાગળ કાઢી લખવાનું શરૂ કર્યું. કહે :લખ્યુંકોઈના ઘરની પછીતે.

ચોરો કહે : લખહળવે હળવે કાણું પાડવું.

વાણિયો કહે : લખ્યુંહળવે હળવે કાણું પાડવું.

ચોરો કહે : ધીમે ધીમે ઘરમાં જવું.

વાણિયો કહે : લખ્યુંધીમે ધીમે ઘરમાં જવું.

ચોરો કહે : લખજે જોઈએ તે ભેગું કરવું.

વાણિયો કહે : લખ્યુંજે જોઈએ તે ભેગું કરવું.

ચોરો કહે : ન ધણીને પૂછવુંન ધણીને પૈસા આપવા.

વાણિયો કહે : લખ્યુંન ધણીને પૂછવુંન ધણીને પૈસા આપવા.

ચોરો કહે : લખજે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.

વાણિયો કહે : લખ્યુંજે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.

વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બરાબર લખ્યું ને લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો.

પછી બધા સાથે મળીને ચોરી કરવા ચાલ્યા.

ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણિયો તેની બાજુવાળાના ઘરમાં ચોરી કરવા ગયો.

ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા પણ વાણિયાને જરાય ઉતાવળ નહિ. તેણે તો શાંતિથી પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢી દીવાસળીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યો. તેમાં લખ્યું હતું :-
કોઈના ઘરની પછીતે

હળવે હળવે કાણું પાડવું

ધીમે ધીમે ઘરમાં જવું

જે જોઈએ તે ભેગું કરવું

ન ધણીને પૂછવું ન ધણીને પૈસા આપવા

જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું 


વાણિયા તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું. પહેલા પછીતે કાણું પાડ્યુંપછી હળવે હળવે ઘરમાં ગયો. પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો શાંતિથી ભરવા લાગ્યો. પણ થયું એવું કે પિત્તળનું એક મોટું તપેલું કોથળામાં નાખતી વખતે તેના હાથમાંથી પડી ગયું તેના ધબાકાનો મોટો અવાજ થયો.

વજનદાર વાસણ પડવાનો અવાજ સાંભળી ઘરના બધા માણસો જાગી ગયા. રસોડામાં જઈને જૂએ તો વાણિયો ચોરી કરતો હતો. બધાંએ ચોરચોરની બૂમરાણ મચાવી તેને પકડી લીધો ને પછી મારવા લાગ્યા.

વાણિયો તો વિચારમાં પડી ગયો. પણ માર ખાતાં ખાતાં પોતાના ખિસ્સાનું કાગળિયું કાઢી જેમ તેમ કરી એક વાર વાંચી લીધું.

પછી તો તે જોશમાં આવી ગયો. બધા તેને મારે તેમ કૂદતો જાય ને જોર જોરથી બોલતો જાય :
એ ભાઈઆ તો લખ્યા બારું

એ ભાઈઆ તો લખ્યા બારું
ઘરના માણસો વિચારમાં પડી ગયા ને મારતા અટકી જઈ કહે :એલા આ શું બોલે છે ?’

વાણિયો કહે : ત્યારે હું કંઈ ખોટું કહું છું લ્યો આ કાગળ અને વાંચો. એમાં ક્યાંય માર ખાવાનું લખ્યું છે આ તો તમે લખ્યા બારું કરો છો.

પછી તો ઘરના માણસોએ કાગળ વાંચ્યો ને સમજી ગયા કે આ ભાઈમાં તો મીઠું ઓછું છે અને કોકનો ચડાવ્યો ચડી ગયો છે. એટલે વાણિયાનો હાથ પકડી ઘરની બહાર કાઢી મૂક્યો.
48
આનંદી કાગડો

એક હતો કાગડો.

કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓઆ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા :
લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ

લપસણું કરતાં શીખીએ છીએ
રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે ?ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે ?

રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : જાઓનાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.

માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા :
કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ

કુવામાં તરતાં શીખીએ છીએ
રાજા કહે : હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ.

પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું :
કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ

કૂંણા કાન વીંધાવીએ છીએ
રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે ! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો જોઈએએને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે.

પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા :
કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ

કોયલના ટહુકા સાંભળીએ છીએ
પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે
મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ

મીઠી ખીર ખાઈએ છીએ
રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો : આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓતેને છાપરા પર ફેંકી દો.છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે :હવે અમે આઝાદ છીએ ભાઈ

હવે અમે આઝાદ છીએ
અને કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં પેશી ગયો.
49
બે સમજુ બકરી

એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી.

નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું. એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી. એ જ વખતે પુલના બીજી તરફના છોડેથી બીજી બકરી આવતી હતી.

બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ !

થોડી વાર પછી આ પુલ પર પુલના બન્ને છેડેથી આવતાં બે કૂતરાં પુલની વચ્ચે ભેગા થઈ ગયા. બન્ને સામ સામેના કિનારે પહેલા પહોંચવા માટે ઝઘડવા લાગ્યા. એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતોબંને એક બીજાને બચકાં ભરી મારામારી કરવા લાગ્યા. તેમનું ધ્યાન રહ્યું નહિ ને બન્ને નીચે નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યાં.

પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધી તણાઈ ગયા. સારું હતું કે બેઉ કૂતરાને તરતાં સારું આવડતું હતું એટલે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી શક્યા અને મહા મુસીબતે કિનારે આવ્યા પણ બન્ને બહુ જ હેરાન પરેશાન થઈ ગયા.

જો આપણે પણ એક બીજા સાથે સંપ-સાથ-સહકાર અને સમજદારીથી કામ લઈએ તો સમજુ બકરીની જેમ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી આગળ વધી શકીએ પણ જો એક બીજા સાથે લડવા-ઝગડવામાં રચ્યા-પચ્યા રહીએ તો આપણી હાલત પણ પાણીમાં તણાઈ ગયેલા કૂતરા જેવી થાય.
50
ડોસો અને દીકરો

એક હતો ડોસો અને એક હતો દીકરો. બાપ અને દીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા. આગળ બાપ અને દીકરો ચાલ્યા જાય છે ને પાછળ ગધેડું દોરાયું આવે છે.

રસ્તે બે જુવાન માણસો મળ્યા. તે કહે: અરે રામ ! આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે !

બાપને થયું વાત બરાબર છે. બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો.

ત્યાં બે બાઈઓ મળી. બાઈઓ કહે: "હે રામ ! આ કળજુગ ભાળ્યો ?બિચારો બુઢ્ઢો બાપ ચાલ્યો આવે છે ને જુવાનજોધ દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે ! એને શરમ નહિ આવતી હોય ?”

દીકરાને થયું બાઈઓની વાત પણ ખોટી નથી. દીકરો હેઠે ઊતર્યો ને ફરી બાપ ગધેડા પર બેઠો. ત્યાં તો વળી કોકે કહ્યું: એલાતારા ધોળામાં ધૂળ પડી ! લાજતો નથી આ છોકરો બાપડો ચાલ્યો આવે છે ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે ! છોકરાને પણ ભેગો બેસાડી લેને.

ડોસો શરમાઈ ગયો ને દીકરાને પણ પોતાની આગળ બેસાડ્યો. જરાક દૂર જાયત્યાં બાવાઓનું એક ટોળું મળ્યુંએક બાવો કહે: અરે ! છે આ બાપ દીકરાને કોઈની દયા બેઉ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે ! ઈ મુંગા જીવને કંઈ બોલતા આવડે છે તે બોલે બેઉના ભારથી બચાડો જીવ કેવો મૂંઝાઈ ગયો છે !

બાપ-દીકરો ગધેડા ઉપરથી ઊતરી પડ્યા.

દીકરો કહે: બાપાત્યારે હવે આપણે શું કરશું?”

બાપા કહે: "આમાં તો મને પણ સમજ પડતી નથી."

ત્યાં એક ઉંમરલાયક ડોશી નીકળી. બાપ-દીકરાની મૂંઝવણ જાણી તે હસવા લાગી. ડોશી કહે કે આમ સાવ બાઘા જેવા થાઓ મા. જે માણસને કંઈ કામ-ધંધો હોય નહિ તે જ બીજાનું વાંકું બોલે કે બીજાની ભૂલો કાઢતા ફરે. અને માગ્યા વિનાની શીખામણ આપ્યા કરતા હોય એવા લોકો તો ઢબ્બુના ’ કહેવાય. એવા નકામા માણસોની વાતો આપણે શું કામ સાંભળવી તમ તમારે બાપ અને દીકરો તમને પોતાને ઠીક લાગે તેમ કરો અને તમારે રસ્તે હેંડતા થાવ.

બાપ-દીકરાને ડોશીની વાત બરાબર લાગી અને પછીથી માગ્યા વિનાની શીખામણ આપી દોઢ ડાહ્યા થતા નકામા માણસોની વાત પર ધ્યાન આપવાનું છોડી દીધું.
51
દયાળુ સિદ્ધાર્થ

એક કપિલવસ્તુ નામની નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેની રાણીનું નામ માયાદેવી હતું.

આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણમાં ઘણા દયાળુ સ્વભાવનો હતો. એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતાં હતાં ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરી પાટો બાંધ્યો. હંસ બચી ગયો.

થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યોહંસ મારો છે. તે મને આપી દે. સિદ્ધાર્થે કહ્યુંહંસ તને નહીં આપું. બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યુંહંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે. સિદ્ધાર્થે જવાબ આપ્યોદેવદત્તે હંસને માર્યો છે જ્યારે મેં હંસને બચાવ્યો છે. હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો ?

રાજા સિદ્ધાર્થની વાત સાંભળી ખુશ થયા. રાજાએ કહ્યુંસિદ્ધાર્થ ! હંસ તું રાખી લે. તે તારો છે કેમ કે મારનાર કરતાં જિવાડનાર હંમેશા ચડિયાતો લેખાય.
52
ના હું તો ગાઈશ !

ઘણાં સમય પહેલાંની એક નાના ગામની આ વાત છે. એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો. રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને પોતાનું પેટ ભરતો.

એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ‘ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું. ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે.

શિયાળ ગધેડાને એક ખેતર પાસે લઈ ગયું. જુવારના ખેતરના એક ખૂણે કાકડીના વેલા પથરાયેલા હતા વેલ પર કૂણી કૂણી કાકડીઓ ઉગી હતી. ખેતરની વાડમાં એક છીંડુ હતું એમાંથી બંને અંદર પેઠા. આવી સરસ તાજી કાકડીઓ જોઈને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું. ગધેડાએ ધરાઈને કાકડી ખાધી.

કાકડી ખાઈને ગધેડો ગેલમાં આવી ગયો. તેને ગાવાની ઈચ્છા થઈ આવી. તેણે શિયાળને કહ્યું, ‘ભાઈ શિયાળઆજે કેવી રૂપાળી સરસ મજાની પૂનમની રાત છેઆકાશમાં ચાંદો ય કેવો સુંદર લાગે છે ! આવા મજાના વાતાવરણમાં હું ગાઉં અને તું સૂર પુરાવ તો કેવું ?’

શિયાળ કહે, ‘અરે ગધેડાભાઈહાથે કરીને ઉપાધી શીદને વહોરી લેવીઆપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાનાંમાનાં પેઠા છીએ. એટલે મૂંગા રહેવામાં જ મજા છે. તમે ગાશો કે તરતજ રખેવાળ તમારો ઊંચો સૂર સાંભળી જાગી જશે. અને આપણા બાર વાગી જશે.

ગધેડો બોલ્યો, ‘મૂર્ખતું તો જંગલી જ રહ્યો. સંગીતના રસને તું શું સમજે ?’

શિયાળે ગધેડાને ન ગાવા માટે ઘણુંય સમજાવ્યોપણ ગધેડો તો હઠ લઈને બેઠો હતો. તે કહે, ‘ના હું તો ગાઈશ જ…’

ગધેડો ગાવાનું શરૂ કરે એ પહેલાં ચતુર શિયાળ બોલ્યું, ‘ગધેડાભાઈ,તમે ઘડીવાર થોભો. હું પેલા ઝાંપા પાસે ઊભો રહી રખેવાળનું ધ્યાન રાખું છું. પછી તમે નિરાંતે ગાઓ….’

શિયાળ વાડીની બહાર નીકળી ગયું. પછી ગધેડાએ ડોક ઊંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું, ‘હોં… ચી…. હોં…. ચી…’ એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી આવ્યો. તેણે પોતાની જાડી ડાંગ વડે ગધેડાને મારી મારીને અધમૂવો કરી નાંખ્યો. પછી તેના ગળે વજનદાર પથરો બાંધીને તે ચાલ્યો ગયો.

થોડીવાર પછી ગધેડો મહામહેનતે ઉભો થયો. તે ગળે લટકાવેલ મોટા પથરા સાથે લંગડાતો લંગડાતો ખેતરની બહાર આવ્યો. શિયાળે પૂછ્યું, ‘ગધેડાભાઈઆ શું થયું ?’

ગધેડો હવે શું બોલે તેને હવે સમજાઈ ગયું હતું કે તેણે શિયાળની સલાહ માનીને ગાવાનું માંડી વાળ્યું હોત તો તેની આ દશા ન થઈ હોત.
બોધ પાઠ:


કોઈ પણ કામ કરતાં પહેલાં તેના પરિણામનો વિચાર કરવો.
54
નીલરંગી શિયાળ

એક હતું શિયાળ. ભારે લુચ્ચુંલબાડ અને શેખીખોર. કંઈ ન આવડે તો ય દેખાવ તો એવો કરે કે જાણે તેના જેટલું હોશિયાર કોઈ નથી. જંગલના અન્ય પ્રાણીઓ તો ઠીક પણ પોતા જાતભાઈ એવા બીજા શિયાળ સાથે પણ રોજ ઝગડે. પોતાનું મોટાપણું દેખાડવા ફાંફાં મારે પણ કોઈ તેને દાદ આપે નહિ. બધા શિયાળ તેને શેખીખોર કહી તેની ઠેકડી કરે.

આ શેખીખોર શિયાળ એક વખત ખોરાકની શોધમાં ફરતાં ફરતાં એક ગામમાં આવી ચડ્યું. અજાણ્યા પ્રાણીને જોઈ ગામના કૂતરાં તેની પાછળ પડી ગયા. જીવ બચાવવા તે આડું અવળું દોડવા લાગ્યું. કૂતરા તેની પાછળ અને શિયાળ આગળ દોડ્યું જાય. ત્યાં તેણે એક પીપ જોયું. આ પીપ એક રંગારાનું હતું. તેમાં તેણે કપડાં રંગવા માટેનો નીલો રંગ ભર્યો હતો.

શિયાળ તો કૂદીને પીપમાં લપાઈ ગયું. કૂતરાઓનું ટોળું થોડી વાર ભોં ભોં કરતું ભસીને ચાલ્યું ગયું. કૂતરાઓ ચાલ્યા ગયા પછી માંડ માંડ હિમ્મત ભેગી કરી શિયાળ બહાર નીકળ્યું. બહાર નીકળીને જુએ તો પીપમાં જે રંગ હતો તે પોતાના આખા શરીરે ચોંટી ગયો હતો. એ નીલ રંગ એને જરાય ન ગમ્યો. રંગને કાઢવા માટે તે રંગારાના ફળિયામાં આળોટવા લાગ્યું. પણ રંગ દૂર થવાને બદલે રંગારાના ફળિયામાં ઢોળાયેલી ચમક એની ચામડીમાં ચોટી ગઈ અને તેનું શરીર ચમકવા લાગ્યું. એક તો વિચિત્ર રંગ અને પાછું ઉપરથી શરીર ચમકે એટલે એનો આખો દેખાવ જ ડરામણો થઈ ગયો.

જેમ તેમ કરી પોતાનું પેટ ભરી શિયાળ જંગલમાં પાછું ફર્યું. જંગલમાં જે કોઈ પ્રાણી શિયાળને જુએ તે તેને ઓળખી જ ન શકે. તેનો વિચિત્ર રંગશરીર ઉપરની ચમક અને બિહામણો દેખાવ જોઈ બધા પ્રાણીઓ તેનાથી દૂર ભાગવા લાગ્યા. આ જોઈ શિયાળને મજા પડી ગઈ. તેને થયું કે આ તકનો બરાબર લાભ લેવા જેવો છે. એણે ભાગતા પ્રાણીઓને અટકાવતાં કહ્યું : અરે ભાઈઓડરો નહિ. હું કહું છું તે બરાબર સાંભળો.

શેખીખોર શિયાળની વાત સાંભળી અન્ય પાણીઓ ઊભા રહી ગયા એટલે શિયાળે પોતાની આપવડાઈ ચાલુ કરી. જુઓ જુઓ મારો રંગ અને જુઓ મારા શરીર પરની ચમક ! આવા રંગનું કોઈ પ્રાણી તમે કદી જોયું છે ખુદ ભગવાને મને આ રંગથી રંગી તમારી પાસે મોકલ્યો છે. તમે જંગલના બધા પ્રાણીઓને ભેગા કરી મારી પાસે લાવો તો ઈશ્વરનો ખાસ સંદેશ હું તમને સંભળાવું.’ બધા પ્રાણીઓ પર તેની વાતનો સારો પ્રભાવ પડ્યો અને તેઓ જઈને જંગલમાંથી અન્ય પ્રાણીઓને બોલાવી લાવ્યા.

બધા પ્રાણીઓ આવી ગયા પછી શિયાળે ઢોંગી સંન્યાસીની જેમ પોતાનું પ્રવચન ચાલુ કર્યું. હે વન્ય પ્રાણીઓહું ઈશ્વરનો પ્રતિનિધિ છું. ખૂદ ઈશ્વરે મને આ દિવ્ય-અલૌકિક રંગથી જાતે રંગીને મોકલ્યો છે જેથી હું તમારા પર રાજ કરી તમારું કલ્યાણ કરી શકું. હવે તમે અનાથ નથી. તમે મારી આજ્ઞાનું પાલન કરો અને મારી છત્રછાયામાં નિર્ભય બનીને રહો.

જંગલના બધા પ્રાણીઓ તો એટલા ડરી ગયેલા હતા કે તેમણે શેખીખોર શિયાળની બધી વાત સાચી માની લીધી. સિંહવાઘચિત્તો,હાથી જેવા જોરુકા પ્રાણીની પણ હિમ્મત ન ચાલી કે તેઓ આ નવા રાજા સામે ચૂં કે ચાં કરી શકે. બધા પ્રાણીઓએ શિયાળના ચરણમાં વંદન કરી કહ્યું: હે ઈશ્વરના દૂતઆજથી તમે અમારા સમ્રાટ છો. ઈશ્વરની ઈચ્છાનું પાલન કરવું અમારી ફરજ છે.

એક ઘરડા હાથીએ પૂછ્યું: હે સમ્રાટહવે અમારે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપો.’ લુચ્ચું શિયાળ કહે - તમારે તમારા સમ્રાટની ખૂબ સેવા કરવી જોઈએતેને માન-સન્માન આપવું જોઈએ અને તેના રહેવાખાવાપીવાની શાહી સગવડ કરી આપવી જોઈએ કે જેથી તેમને કોઈ તકલીફ ન પડે.

સિંહ બાપડો માથુ ઝૂકાવીને કહે: મહારાજજેવો તમારો હુકમ. તમારી સેવા કરીને અમારું તો જીવન ધન્ય બની જશે.’ બસ શેખીખોર શિયાળને તો મજા થઈ ગઈ. તે દિવસથી રાજાશાહી ઠાઠથી રહેવા અને બધા પ્રાણીઓ પર રોફથી હુકમ ચલાવવા લાગ્યું. બધા પ્રાણીઓ તેની સરભરા કરવા લાગ્યા. પણ તેને એમ થયું કે કદાચ મારા જાતભાઈઓ મને ઓળખી જશે તો મારું રાજ ખતમ થઈ જશે એટલે તેણે હુકમ કર્યો કે કોઈ શિયાળે મારા રાજદરબારમાં આવવું નહિ.

બધા શિયાળને આ વાત સાંભળી ખરાબ પણ લાગ્યું અને નવાઈ પણ લાગી કે નવો સમ્રાટ અમારી સાથે ભેદભાવ રાખે છે અને ફક્ત અમને જ રાજદરબારમાં આવવાની મનાઈ કરે છે. પણ થોડા વખતમાં એક વૃદ્ધ અને અનુભવી શિયાળને નવા સમ્રાટના રંગ-ઢંગ જોઈ ખ્યાલ આવી ગયો કે નીલરંગી પ્રાણી બીજું કોઈ નહિ પણ આપણો જ જાતભાઈ એવો શેખીખોર શિયાળ છે. એણે બધા શિયાળોને ભેગા કરી આ વાત કરી અને કહ્યું કે આપણે બીજા પ્રાણીઓને આ વાત કરશું તો તેઓ આપણી વાત માનશે નહિ કેમકે તેઓ બધા બહુ ડરી ગયા છે. આપણે એવું કૈંક કરવું જોઈએ કે જેથી તેમનો ડર નીકળી જાય અને સાચી વાત સમજાય જાય. આ પછી તેઓએ શું કરવું તે નકી કરી લીધું.

થોડા દિવસ પછી શેખીખોર શિયાળ એક વખત દરબાર ભરીને બેઠું હતું અને જાત જાતની આપવડાઈની વાતો કરી રોફ જમાવતું હતું ત્યારે તેના જાતભાઈ બીજા શિયાળોએ રાજદરબારથી થોડે દૂર આવી લાળી કરવાનું શરૂ કર્યું.

જેમ કૂતરાઓને ભસવું ગમે તેમ શિયાળોને લાળી કરવાનું બહુ ગમે. એક કૂતરું ભસે એટલે બીજા કૂતરાએ ભસવું જ પડે તે રીતે એક શિયાળ લાળી કરે એટલે બીજા શિયાળે પણ પોતાની રીતે લાળી કરી તેનો પ્રતિસાદ આપવો પડે. બધા શિયાળ એક બીજાના અવાજ સાંભળી ખુશ થાય અને લાંબા સમય સુધી શિયાળની ટોળીનો આલાપ-વિલાપ ચાલતો રહે.

નીલરંગી શિયાળ તો લાળી સાંભળી ખુશ થઈ ગયું. પોતાની જાત પર કાબુ રાખવાની ખૂબ કોશિશ કરે પણ તેનાથી રહેવાય જ નહિ. અંતે તેના ગળામાંથી પણ લાળીનો સૂર વહેવા લાગ્યો. દરબારમાં બેઠેલા સિંહવાઘહાથી બધાં પ્રાણી નકલી સમ્રાટની લાળી સાંભળી ચમકી ગયા. તેમને ખબર પડી ગઈ કે આ નીલરંગી પ્રાણી કોઈ ડરવા જેવું ભયાનક પ્રાણી નથી. એતો સામાન્ય શિયાળ છે. ફક્ત પોતાનો રંગ બદલીને આવ્યું છે.

પછી તો સિંહે ત્રાડ નાખી અને વાઘે ઘુરકિયું કર્યું ને તે જોઈને નકલી સમ્રાટના મોતિયા મરી ગયાં. એનો બધો વટરોફ-રૂવાબ બધું ઉતરી ગયું. એ તો જીવ લઈને જે ભાગ્યું છે... જે ભાગ્યું છે કે તેની વાત જ ન પૂછો. બસ તે દિવસથી એ શેખીખોર નીલરંગી શિયાળને ફરી પાછું કોઈએ જોયું નથી.
બોધ પાઠ : જુઠાણું ઝાઝું ન ટકે.

55
બકરું કે કૂતરું ?

એક બ્રાહ્મણ હતો. બહુ ગરીબ. જેમ તેમ કરી ઘર ચલાવે. માંડ માંડ રોટલાંની જોગવાઈ થાય. ઘરમાં છોકરાંવ દૂધ પીવાના ઘણી વખત કજિયા કરે પણ બ્રાહ્મણ પાસે ગાય કે ભેંશ વસાવવાની ત્રેવડ નહિ તે છોકરાંઓને દૂધ પીવડાવે કઈ રીતે એક દિવસ એને એક વિચાર આવ્યો કે લાવને એક બકરીનું બચ્ચું વેચાતું લઈ આવું. તેના કંઈ બહુ પૈસા પડશે નહિ અને તે થોડું મોટું થઈ જતાં છોકરાઓને દૂધ તો પીવા મળશે. તે ઉપડ્યો બાજુના ગામમાં અને ત્યાંથી બકરીનું એક નાનું બચ્ચું ખરીદી પોતાને ખંભે મૂકી ચાલતો થયો.

રસ્તામાં ત્રણ ધૂતારાની એક ટોળી જતી હતી. ધૂતારાઓને થયું કે ચાલોઆ બ્રાહ્મણ તો સાવ ભોટ દેખાય છે. તેની પાસેથી બકરું પડાવી લઈએ. ધૂતારાના સરદારે પોતાના બે સાથીદારોને સમજાવીને દૂર દૂર મોકલાવી દીધા અને પોતે બ્રાહ્મણ પાસે જઈ તેને જાળમાં લેવાની શરૂઆત કરી. ધૂતારો કહે : અરે બ્રાહ્મણ દેવતા. તમે તો પવિત્ર માણસ કહેવાઓ. તમને આવું કરવું ન શોભે. તમે આમ શેરીમાં રખડતું કૂતરું ખંભે ચડાવીને જાઓ છો તે લોકો જોશે તો શું કહેશે તમારે ઘરે જઈને નહાવું પડશે ને પ્રાયશ્ચિત કરવું પડશે.

બ્રાહ્મણને આ સાંભળી નવાઈ લાગી. એણે પોતાને ખંભે રાખેલા બકરીના બચ્ચાંને બરાબર જોયું અને કહે : ભાઈતમારી કૈંક ભૂલ થાય છે. આ કૂતરું નથી પણ બકરીનું બચ્ચું છે.

ધૂતારો કહે ભૂલ મારી નહિ તમારી થાય છે. તમને મારી વાત માનવામાં ન આવતી હોય તો બીજા કોઈને પૂછી જોજો. એમ કહી તે ચાલતો થયો.

બ્રાહ્મણ તો રસ્તે આગળ વધ્યો. થોડી વાર ચાલ્યો ત્યાં તેને બીજો ધૂતારો મળ્યો. તે કહે : તમે જનોઈ પહેરી છે. વેશ પણ બ્રાહ્મણનો પહેર્યો છે પણ તમે બ્રાહ્મણ લાગતા નથી. કોઈ બ્રાહ્મણને આવી રીતે અપવિત્ર કૂતરું ખંભે ચડાવીને લઈ જતાં હજુ સુધી મેં જોયો નથી. તમે કૂતરું શું કામ લઈ જાવ છો ?

બ્રાહ્મણ તો આ સાંભળી ગભરાયો. ફરી તેણે બરાબર ધ્યાનથી ધારી ધારીને બકરીનું બચ્ચું જોયું. પછી જેમ તેમ હિમત ભેગી કરી કહ્યું : આ તમને બધાને ગેરસમજ કેમ થાય છે આ કૂતરું નથીબકરીનું બચ્ચું છે અને હું તેને મારે ઘેર લઈ જાઉં છું. બીજો ધૂતારો જાણે પોતાને આ વાત માનવામાં જ ન આવી હોય તેમ માથું ધૂણાવી ચાલતો થયો.

હજુ બ્રાહ્મણ આગળ ચાલ્યો ત્યાં તેને ત્રીજો ધૂતારો સામે મળ્યો. તે તો બ્રાહ્મણના પગમાં જ પડી ગયો. કહે કે તમે તો કોઈ ચમત્કારી પુરુષ છો. આવું જાદૂઈ પશુ તમને ક્યાંથી મળ્યું આ તમારા ખંભા પર જે કૂતરું છે તે ઘડીકમાં બકરી જેવું થઈ જાય છેઘડીકમાં કૂતરા જેવું લાગે છે અને હમણાં થોડી વાર પહેલાં મેં તેને દૂરથી જોયું ત્યારે સસલું દેખાતું હતું. તમે તો ખરેખર મહાન માણસ છો. એક જ પ્રાણીના આટલા બધાં સ્વરૂપ ! વાહ ભાઈ વાહ !

આ સાંભળીને બ્રાહ્મણના તો હોશકોશ ઊડી ગયા. તેને ખાત્રી થઈ ગઈ કે નકી આ બકરીનું બચ્ચું કોઈ રાક્ષસી પ્રાણી લાગે છે. બાકી રસ્તે ચાલ્યા જતાં દરેક માણસ કંઈ ખોટું થોડું બોલે એ તો બચ્ચું ખંભેથી નીચે ઉતારી દોડતો દોડતો નાસી ગયો. અને ત્રણે ધૂતારા બ્રાહ્મણની મૂર્ખાઈ પર હસતાં હસતાં બકરીનું બચ્ચું ઊઠાવી ત્યાંથી રવાના થઈ ગયાં.
બોધ પાઠ : રસ્તામાં જે કોઈ મળે તે સાચું જ કહે છે એવો ખોટો ભરોસો કદી ન કરવો

56
ઠાકોર અને રંગલો
[ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે. રંગલો નોકર તેમની સામે જાય છે. બંને ભેગા થાય છે. તેથી ખુશ થઈ હળેમળે છે. પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબરઅંતર પૂછે છે.]
ઠાકોર : કેમ રંગલા ! ઘરના શા ખબર છે ?
રંગલો : સારા ખબર છેઠાકોર !
ઠાકોર : છે તો સૌ હીમખીમ ને ?
રંગલો : (જરા મોળું બોલે છે) હા….
ઠાકોર : કેમ જરા મોળું ભણે છે છે તો સૌ હીમખીમ ને ?
રંગલો : (અચકાતો બોલે છે) હા….ણ એક જરાક કહેવાનું છે.
ઠાકોર : તું તો બધાં હીમખીમ કહે છેને વળી કહેવાનું શું છે ?
રંગલો : કાંઈ ખાસ નહિ… એ તો આપણો બાજિયો કૂતરો મરી ગયો.
ઠાકોર : અરરર ! બાજિયો કૂતરો મોટો સિંહ જેવો શૂરો ! હરણી જેવો ઉતાવળો ! હાથી જેવો મસ્ત ! અરેએ મરે જ શેણે ?
રંગલો : હાબાપુ ! મરે એવો તો નોતોપણ આપણી હરડી ઘોડીનાં હાડકાં કરડીને મૂઓ ?
ઠાકોર : (ચિડાઈને) અરે બેવકૂફ ! શું બોલ્યો ઘોડીને વળી શું થયું ?
રંગલો : ઘોડી બિચારી મરી ગઈ
ઠાકોર : અરે – તું તો જરાક કેતોતોને આ બધું ક્યાંથી નીકળ્યું ?બોલ તો ખરો ! ઈ પંચકલ્યાણીરેવાળ ચાલનીફૂંકે ગાઉ દોડનારી મારી વાલી હરડી શાથી મૂઈ ?
રંગલો : એમાં કાંઈ મનમાં ન લગાડવુંઠાકોર ! જેવી ઈશ્વરની મરજી ! … ઘોડી તો ખડ ને ચંદી વિના મરી ગઈબાપુ !
ઠાકોર : અરે મૂર્ખા ! ખડની ગંજીઓ અને ચંદીનાં કોઠારિયાં ભરી મૂક્યાં હતાંતે ક્યાં ગયા ?
રંગલો : એ બધાં તો આઈમાનાં કારજમાં વપરાઈ ગયાં….
ઠાકોર : અરરર ! આ તે શો ગજબ ! આઈમા મૂઆં મારા ઘરનું નાક ! સુખનું કારણ ને દુ:ખનો વિસામો ! એને તે શું થયું ?
રંગલો : આઈમા તો કુંવરને દુ:ખે મૂઆં.
ઠાકોર : એલા ગમાર ! કુંવરનું એવડું તે કેવડું દુ:ખ કે સમૂળગાં આઈ મૂઆં ?
રંગલો : કુંવરનું દુ:ખ કાંઈ ઓછું કહેવાય ઠાકોરઆઈમા તો કુંવરની પાછળ ઝૂરી ઝૂરીને ગયાં….
ઠાકોર : હાય હાય ! મારો કુળદીપક કુંવર ગયો કહે તો ખરો – એ શી રીતે મૂઓ ?
રંગલો : બાપુ ! કુંવર તો ધાવણ વગર મૂઓ
ઠાકોર : અરે મોકાણિયા ! ભસ તો ખરો ! શું ઠકરાણાંએ ધવરાવ્યો નહિ તેથી મૂઓ ?
રંગલો : બાપુ ! ઠકરાણાં હોય ત્યારે ને એ તો સૌથી પહેલાં મૂઆં
ઠાકોર : અરરર ! ઠકરાણાં શાથી મૂઆં ?
રંગલો : કોગળિયું થયું તે મરી ગયાં
ઠાકોર : આ તો કોઈ ન રહ્યું ! ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે ?
રંગલો : બાપુ ! ઘર સાચવવા જેવું નથી રહ્યું. એ તો એક દિવસ લાલબાઈએ સરખું કરી નાખ્યું છે
ઠાકોર : અરે પ્રભુ ! અરે રામ ! ગજબ થયો !

[ઠાકોર પોકેપોકે રડે છે. રંગલો તેને છાના રાખે છે.]

57
હાથી અને દરજી

એક હાથી હતો. જાણે મોટો કાળો પહાડ. પાછળ ટૂંકી પૂછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ.

એ સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વહાલો હતો. હાથી દરરોજ તળાવે નહાવા જાય. રસ્તામાં એક દરજી આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે. દરજી એની સૂંઢમાં લાડુ આપે. આમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ હતી. નહાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે.

એક દિવસ દરજીને હાથીની મશ્કરી કરવાનું મન થયું. એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલ્યોહાથીદાદાઆજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ ! દરજી દુકાનમાં બેઠો હતો. ત્યાં હાથી તેની દુકાન પાસેથી નીકળ્યો.

હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી. મશ્કરા દરજીએ લાડુ આપતાં આપતાં સૂંઢમાં સોય પણ ખૂંચવી દીધી. હાથીને સોય વાગતાના સાથે જ ખૂબ પીડા થઈ. તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઊડાવી છે. હાથીએ ચૂપચાપ લાડુ ખાઈ લીધો.

તે ડોલતો ડોલતો તળાવે નહાવા પહોંચી ગયો. તળાવે નહાઈ પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું. સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું.

પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીએ કમળનું ફૂલ ધર્યું. જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું. દરજી પાણીથી ભીંજાઈ લથબથ થઈ ગયો. દુકાનનાં બધાં નવાં નકોર કપડાં પાણીમાં પલળી ગયાં. એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોંકી હતી તેથી તેણે પાણી ઉડાડી બદલો લીધો છે. આ તો મેં કરેલી મશ્કરીનું જ પરિણામ છે.

બીજા દિવસથી ફરી પાછો તે હાથીને લાડુ આપવા લાગ્યો અને હાથી એને કમળનું ફૂલ આપવા લાગ્યો. દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહિ.
58
વગર વિચાર્યું કામ કદી કરવું નહિ
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. 

ઉજૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.

એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ.

બન્યું એવું કે જેવી બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના યજમાનનું એક તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો મારાં દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું તો તેણે પોતાનો પાળેલો નોળીયો દેખાયો.

બ્રાહ્મણના ઘરની આજુબાજુ ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળીયો પાળ્યો હતો. બ્રાહ્મણે નોળીયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો.

બ્રાહ્મણના ગયા પછી નોળીયાએ એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળીયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને તેના પગમાં આટોળવા લાગ્યો.

બ્રાહ્મણે જોયું તો નોળીયાનું મોઢું લોહીવાળું હતું. તેને થયું કે નકી આ નોળીયો મારા બાળકને મારીને ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળીયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં.

આ જોઈને એને ખ્યાલ આવ્યો કે તેના વફાદાર પાળેલા નોળીયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો.

બ્રાહ્મણી પાણી ભરીને પાછી આવી તો તેને પણ પોતાના પાળેલા નોળીયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે બ્રાહ્મણ પાસેથી વચન લીધું કે હવે પછી તે ખોટી ઉતાવળ કરી વગર વિચાર્યું કામ કદી નહિ કરે.


Post a CommentBlogger 



:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.




Top

No comments: